- ભાવનગર મહાનગરપાલિકાનું મતદાન 49.47 ટકા
- કુલ 2,59,659 મતદારોએ મતદાન કર્યું
- નેતાઓ દ્વારા પ્રચાર કરવા છતાં પણ મતદારોમાં નિરસતા
ભાવનગર :છેલ્લા ઘણા જ સમયથી રાજકીય નેતાઓની દોડધામોથી જનતા ખૂબ જ વ્યસ્ત દેખાતી હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે જે ચૂંટણીનો માહોલ ચૂંટણી પહેલા દેખાવવો જોઈએ તે જરા પણ દેખાતો ન હતો. જનતા પહેલેથી જ નિરસ હતી. કારણ કે, જનતા અત્યારના નેતાગણો પરથી વિશ્વાસ ગુમાવી ચૂકી હોય તે વાત આ પરથી ફલિત થાય છે. રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. જો કે, લોકોએ મતદાનમાં દાખવેલી નિરસતા બાબતે એક કારણ એ પણ હોઈ શકે કે, રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદો અને ટિકિટોની ફાળવણી અને અન્ય મુદાઓને લઇ ઘણો ખરો બદલાવ પણ હોઈ શેક છે.
મ.ન.પાનું 49.47 ટકા મતદાન થયુંરાજ્યના ભાવનગર મહાનગરમાં કે જ્યાંથી રાજ્યના મુખ્યપ્રધાન તેમજ પ્રદેશ ભાજપા અધ્યક્ષએ મહાપાલિકાની ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યાં તેવા આ મહાનગરમાં પણ મતદાતાઓએ માત્ર 49 ટકા મતદાન કરેલું છે. અને બાકીના 50 ટકા જનતાએ મત આપવાનુ ટાળ્યું હતું.
કુલ 2,59,659 મતદારોએ મતદાન કર્યું
ભાવનગરમાં ઓછું મતદાન થતા ચૂંટણી લડતા વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો, અન્ય ઉમેદવારો તેમજ મુખ્ય રાજકીય પક્ષોમા ચિંતાના વાદળો છવાઇ ગયા છે. કારણ કે, ઓછું મતદાન થવું તે વાત ઘણી જ સુચક અને પરિવર્તનદાયી હોઇ શકે છે. 2015ની ચૂંટણીની તુલનાએ આ વખતે જે ટકાવારીમાં વધારો થવો જોઈતો હતો તે થયો નથી. ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં ઉતાર્યાં હતાં. જીતના માર્જીન ઘટવાની સાથે-સાથે ભાજપના ઉમેદવારને હારનો પણ ભય સતાવી રહ્યો છે. મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 2,59,659 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 52.84% પુરુષો અને 45.88% મહિલાઓ કુલ 49.47% મતદાન કરવામાં આવ્યું છે.