ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ભારતી શિયાળ અને રેલવેના કર્મચારીઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ - સાંસદ ભારતી શિયાળ

દેશમાં કોરોનાની વેક્સિન આવી ગઈ છે તેમ છતાં સરકાર લોકોને કોરોના સંક્રમણથી સાવધાન રહેવા અપીલ કરી રહી છે અને જો કોઈ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે તો સરકાર તેને દંડ ફટકારે છે, પરંતુ આ તમામ કાર્યવાહી ભાજપના નેતાઓ માટે નથી લાગું પડતી તેવું લાગી રહ્યું છે. ભાવનગરમાં ભાજપના સાંસદ ભારતી શિયાળના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં તમામ લોકોએ ફોટો પણ પડાવ્યા હતા, પરંતુ ફોટોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કારણ કે સાંસદે લોકો સાથે ફોટો પડાવ્યો પણ ફોટોમાં તમામ લોકો એકબીજાને અડીને ઊભા હતા એટલે કે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. હવે ભારતીબેન સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે એક પ્રશ્ન છે.

ભાવનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ભારતી શિયાળ અને રેલવેના કર્મચારીઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ
ભાવનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ભારતી શિયાળ અને રેલવેના કર્મચારીઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ

By

Published : Jan 11, 2021, 3:02 PM IST

  • ભાવનગરમાં રેલવે ડિવિઝનના વિવિધ કામોનું કરાયું લોકાર્પણ
  • વિવિધ પ્રજા હેતુના સુવિધાના ભાગરૂપે કાર્યોને અપાયો આખરી ઓપ
  • રેલવે સ્ટેશનોનું નવીનીકરણ, મહિલા-પુરુષના એસી રૂમ બનાવાયા
ભાવનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ભારતી શિયાળ અને રેલવેના કર્મચારીઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ

ભાવનગરઃ ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા અનેક કાર્યક્રમોને બદલે એક કાર્યક્રમમાં વિવિધ કામોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના સાંસદ ભારતી શિયાળના હસ્તે આ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં નેતાઓ અને રેલવેના કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સને નેવે મુકીને ફોટો પડાવતા જોવા મળ્યા હતા.

ભાવનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ભારતી શિયાળ અને રેલવેના કર્મચારીઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ

વિવિધ પ્રજા હેતુના સુવિધાના ભાગરૂપે નવા કાર્યોને અપાયો ઓપ

ભાવનગરના રેલવે ટર્મિનસ સ્ટેશન ખાતે વિવિધ કામોનું લોકાર્પણ સાંસદ ભારતી શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રજા હેતુના સુવિધાઓના ભાગરૂપે નવા કાર્યોને ઓપ આપવામાં આવ્યા છે અને સુવિધા આપવામાં આવી છે.

ભાવનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ભારતી શિયાળ અને રેલવેના કર્મચારીઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ
રેલવે સ્ટેશન પર કેવા કામોનું લોકાર્પણ?

ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન પર સાંસદ ભારતી શિયાળ ખાસ મહેમાન પડે ઉપસ્થિત રહ્યા હતા. રેલવે તંત્ર દ્વારા સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેલવે દ્વારા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ, મહિલા પુરૂષના એર કન્ડિશનર રૂમ, પ્રતિક્ષાલાય, ભાવનગર પરા રેલવે સ્ટેશનનું બ્યૂટિફિકેશન, સોનગઢ સ્ટેશનની ઊંચાઈ, બોટાદ સ્ટેશનની લંબાઈ કવર શેડ આ સિવાય અન્ય સ્ટેશનના શૌચાલયો, દિવ્યાંગો માટે શૌચાલયો ઊભા કરવામાં આવ્યા છે.

ભાવનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ભારતી શિયાળ અને રેલવેના કર્મચારીઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ
સાંસદ સાથે ફોટો પડાવવામાં વ્યસ્ત લોકોએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ

સાંસદના હસ્તે લોકાર્પણ સમયે આવેલા રેલવે કર્મચારી સહિત ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફોટો સેશનમાં કોરોના મહામારીમાં ભાન ભૂલ્યા હોવાનું નજરે પડતું હતું. સોશિયલ ડિસ્ટનસનું ભાન બધા જ ભૂલી ગયા હતા અને ફોટા પડાવવામાં વ્યસ્ત બની ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details