- mucormycosis ની જેમ જ ગંભીર Bacterial Infection
- Bhavnagar Civil Hospital માં કરવામાં આવી 50થી વધારે સર્જરી
- Bacterial Infection કોરોના વગરના દર્દીઓને પણ થઈ શકે છે
ભાવનગર: શહેરમાં મ્યુકોરમાઈકોસિસ ( mucormycosis ) જેવું જ ઘાતકી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ( Bacterial Infection ) ની 50થી વધુ સર્જરી કરવામાં આવી છે. શરીરમાં આંખ, કાન, નાકમાં નુક્સાની થતા સર્જરી કરવી પડી છે અને કેટલાક દર્દીઓની આંખો પણ કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન ( Bacterial Infection ) કેવી રીતે થાય છે તેને લઈને સર ટી. હોસ્પિટલના ડૉ. સુશીલ ઝા સાથે ETV Bharat એ વાતચીત કરી હતી.
શું છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ( Bacterial Infection ) અને કેમ થાય છે ?
મ્યુકોરમાઈકોસિસ ( mucormycosis ) એટલે કે બ્લેક ફંગસ હોય ( Black Fungus ) કે પછી વ્હાઈટ ફંગસ ( White Fungus ), આ બધા જ એક પ્રકારના બેક્ટેરિયા છે. કોરોના થયા પછી કે કોરોના ન થયો હોય તો પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ( Bacterial Infection ) થાય છે. ભાવનગર સર ટી. હોસ્પિટલના ENT વિભાગના વડા ડૉ. સુશીલ ઝા સાથે વાતચીત કરતા તેમણે ETV Bharat ને જણાવ્યું હતું કે, mucormycosis હોય કે પછી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ( Bacterial Infection ) આ કોરોના પહેલા પણ હતા. આ રોગ ત્યારે જ થાય છે, જ્યારે માણસની સેલ્ફ ડિફેન્સ ક્લિનિંગ સિસ્ટમ બંધ થાય. આ સમયે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે. બેકટેરિયા અનેક પ્રકારના હોય છે. મોઢું તો લોકો સાફ કરે છે, પણ નાક નથી કરતા. નાકમાં પણ બેક્ટેરિયા હોય જ છે પણ આપણી સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ તેને સાફ કરી નાંખતી હોય છે. જયારે આ સિસ્ટમ બંધ થઈ જાય એટલે ત્યાં બેક્ટેરિયા વધુ પ્રમાણમાં એકઠા થાય અને પછી નાકની આસપાસના વિસ્તાર આંખ, સાયનસ જેવા વિસ્તારમાં ફેલાય છે અને ડેમેજ કરે છે. જેથી માણસની તકલીફ વધે છે.