ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં ધોરણ 1થી 5ની શાળા શરૂ થતા 14 હજારથી વધુ બાળકોને વાલીઓ મુકવા આવ્યા

શહેરમાં ખાનગી શાળાઓ (school in Bhavnagar)એ સરકારના નિર્ણય બાદ પ્રથમ દિવસે શાળાઓ ખોલી નથી, પરંતુ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની 55 શાળાઓમાં 14 હજારથી વધુ વિદ્યાર્થીઓનું વેલકમ કરવામાં આવ્યું છે. વાલીઓ સામેથી બાળકોને માસ્ક સાથે શાળાએ મુકવા આવ્યા અને ઓનલાઇન કરતા ઓફલાઇન શિક્ષણને શ્રેષ્ઠ ગણાવ્યું છે.

ભાવનગરમાં ધોરણ 1થી 5ની શાળા શરૂ થતા 14 હજારથી વધુ બાળકોને વાલીઓ મુકવા આવ્યા
ભાવનગરમાં ધોરણ 1થી 5ની શાળા શરૂ થતા 14 હજારથી વધુ બાળકોને વાલીઓ મુકવા આવ્યા

By

Published : Nov 22, 2021, 3:28 PM IST

  • ભાવનગરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની 55 શાળામાં ધોરણ 1થી 5 શરૂ
  • વાલીઓએ શાળા શરૂ કરવાનો નિર્ણય સ્વીકાર્યો અને કહ્યું શિક્ષણ બગડતું અટક્યું
  • 14 હજારથી વધુ બાળકોને વાલીઓ શાળાએ મુકવા આવ્યા

ભાવનગર: બે વર્ષ બાદ ભાવનગર શહેરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ નીચેની શાળાઓ (school in Bhavnagar)માં ધોરણ 1થી લઈને 5 સુધીના શિક્ષણનો પ્રારંભ (Gujarat School Reopen) કરવામાં આવ્યો છે. શાસ્ત્રીનગર શાળામાં મેયર અને નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીની ઉપસ્થિતિમાં બાળકો અને શિક્ષકોની મુલાકાત લઈને કોરોના ગાઈડલાઈન મુજબ શિક્ષણ આપવા હાંકલ કરી હતી. વાલીઓને શુભેચ્છાઓ અને બાળકોને કાળજી રાખવા જણાવવામાં આવ્યું હતું.

ભાવનગરમાં ધોરણ 2થી 5ની શાળા શરૂ થતા 14 હજારથી વધુ બાળકોને વાલીઓ મુકવા આવ્યા

મેયર અને શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા નાના ભૂલકાઓનું શાળામાં વેલકમ

ભાવનગર શહેરની મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 6થી 8ના પ્રારંભ બાદ આજથી ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવામાં આવી છે. શહેરની શાસ્ત્રીનગરની શાળામાં મેયર કીર્તિબેન દાણીધરીયા અને શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ વિદ્યાર્થીઓ (Students of bhavnagar)નું વેલકમ કર્યું હતું. વિદ્યાર્થી પાસેથી ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણનો તફાવત જાણ્યો હતો. શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં મેયરે જણાવ્યું તેમ 55 શાળાના ધોરણ 1થી 5ના આશરે 14 હજાર (more than 14 thousand children starting school in Bhavnagar)થી વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં શિક્ષકો અને વાલીઓ સાથે મિટિંગ કરી સમજાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણપ્રધાન જીતુભાઇ વાઘણીએ સરસ નિર્ણય કર્યો છે. ઉજ્જડ વન હોઈ તેમાં ફૂલ ખીલી ઉઠે તેવા દ્રશ્યો શાળામાં નજરે પડી રહ્યા છે. શિક્ષકોને અને વાલીઓને બાળકો માસ્ક પહેરે સેનીટાઇઝરનો ઉપયોગ કરે અને પોતાનું પાણી પીવાનું ઘરેથી લાવે તેવી સૂચનાઓ અપાઈ છે. અન્ય શાળાઓમાં પણ અમે સમજાવશું અને માર્ગદર્શન આપીશું કે પુરી સાવચેતી રાખવામાં આવે.

કોરોના ગાઈડલાઈન મુજબ પણ બાળકોને શાળાએ મોકલવા વાલીઓ ઉત્સાહિત

સરકારે નાના ભૂલકાઓ માટે શાળાઓમાં શિક્ષણ શરૂ કરતા વાલીઓમાં પણ ક્યાંક ખુશીનો માહોલ છે. અગવડતા વચ્ચે ગરીબ બાળકોના વિદ્યાર્થીનું શિક્ષણ બગડતું હતું, જેથી શાળા શરૂ થતાં વાલીઓ કોરોના ગાઈડલાઈન મુજબ પણ બાળકોને શાળાએ મોકલવા ઉત્સાહિત જોવા મળ્યા હતા. વાલી દીપાલીબેને જણાવ્યું હતું કે, કોરોના છે પણ શાળા બંધ હતી તો મોબાઈલમાં બાળકો સરખું ભણી નોહતા શકતા. આ શાળા શુ એ જ ખબર ના પડે એટલે શાળા શરૂ થઈ એ સારી બાબત છે. માસ્ક પેહરાવશું, અંતર રાખશું દૂર બેસાડવામાં આવે તેમ તકેદારી રાખશું.

આ પણ વાંચો:સુરત શહેરમાં ઘો- 1થી 5ની શાળાઓ શરૂ થશે નઈ, કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે?

આ પણ વાંચો:Primary Schools Reopen: આજે 20 મહિના પછી જૂનાગઢની 1,100 શાળામાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનો જોવા મળ્યો કિલકિલાટ

ABOUT THE AUTHOR

...view details