- મોરારી બાપુએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો
- બાપુએ સાથે અપીલ પણ કરી ઘરમાં રહો, સુરક્ષિત રહો અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરો
- મહુવાના તલગાજરડા પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે પૂજ્ય મોરારી બાપુએ રસીનો બીજો ડોઝ મૂકાવ્યો
ભાવનગર: વિશ્વ વિખ્યાત સંત શ્રી મોરારી બાપુએ આજે સોમવારે તલગાજરડા હેલ્થ સેન્ટર જઇને વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ગઈકાલે રવિવારે હજુ હરિદ્વારની કથાનું સમાપન કરીને આવેલા પૂજ્ય બાપુએ આજે સોમવારે રસીનો બીજો ડોઝ લીધો છે. આ સાથે જ પૂજ્ય બાપુએ પોતે રસી લઈને પોતે સુરક્ષિત બનો અને પરિવારને પણ સુરક્ષિત બનાવો તેવી અપીલ કરી હતી.
આ પણ વાંચો :ખેડા જિલ્લામાં કોરોના રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવાઈ