ભાવનગરઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા અને સુરક્ષામાં થયેલી ચૂકને (PM Security Breach 2022 ) પગલે ભાવનગર જિલ્લાના સંત મોરારિબાપુએ પોતાની જયપુરમાં ચાલતી કથામાં વ્યાસપીઠ પરથી દુઃખ વ્યક્ત કરતો પત્ર વડાપ્રધાનને લખ્યો છે. મોરારિબાપુએ વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થવાની પંજાબની ઘટનાને પગલે પીડા થઇ હોય તેનું દુઃખ વ્યક્ત પત્ર ((Moraribapu Letters to PM) ) દ્વારા રજૂ કર્યું છે.
તેમણે વડાપ્રધાનને લખ્યો છે જે આ મુજબ છે.
" ॥રામ॥
દેશ અને દુનિયામાં વરિષ્ઠ અને બલિષ્ઠ રાજપુરુષ અને ભારત વર્ષનાં આદરણીય તથા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી!
જય સિયારામ! પંજાબમાં બનેલી ઘટનાથી પીડા અનુભવી છે; પરમાત્મા સૌને સદ્બુદ્ધિ આપે.
આપ આપણાં દેશના પ્રધાનમંત્રી છો, એની સાથેનો જે વ્યવહાર થયો તે ખૂબ જ અપ્રિય ઘટના છે. ખેર! પરમાત્મા આપને રાષ્ટ્રની અને દુનિયાની સેવા માટે વધુ ને વધુ શક્તિ-બળ-તંદુરસ્તી અર્પણ કરે એવી હનુમાનજીના ચરણોમાં મારી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના! મારી રામકથાની વ્યાસપીઠ સાથે જોડાયેલાં સૌ ભાઇ-બહેનોની પ્રાર્થના!
રામ સ્મરણ સાથે,
પ્રણામ! જય સિયારામ!
(મોરારિબાપુ)
રામકથા,
જયપુર.
06-01-2022 "