ભાવનગર- ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની (Monsoon Bhavnagar 2022) વહેલી એન્ટ્રી થઈ છે ત્યારે પ્રથમ બાદ બીજા રાઉન્ડમાં જિલ્લામાં નદીઓમાં નવા નીરથી ખેડૂતો અને ગામડાના લોકોમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો છે. નવા નીરના વધામણા (New water inflow into rivers ) પણ કરવામાં આવ્યા છે. જિલ્લાનો ક્યાં કેટલો કુલ વરસાદ (Rain in Bhavnagar) અને વાવણી વિશે જાણીએ.
જિલ્લાની ધરા ઠરી તો નદીઓમાં નવા નીર -ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની પધરામણી વહેલા (Monsoon Bhavnagar 2022) થઈ હતી. જિલ્લામાં પ્રથમ બાદ બીજા રાઉન્ડમાં મેઘરાજા મન મુકીને વરસતા (Rain in Bhavnagar) વાવણીની શરૂઆત પણ થઈ ગઈ છે. બીજા રાઉન્ડમાં પાલીતાણા,જેસર અને ભાવનગર,મહુવામાં મેઘમહેર થઈ હતી. નદીઓમાં નવા નીરના વધામણા ગામ લોકોએ નિહાળીને કર્યા હતા. કોરી પડેલી નદીમાં પાણી વહેતું થતાં જોઈ ખેડૂતો અને ગામ લોકોમાં આનંદ (New water inflow into rivers ) છવાઈ ગયો હતો. કોટામુઈ જેસર તાલુકાના ગામના સીમની નદીમાં વહેતુ પાણી આકર્ષિત કરે છે.
આ પણ વાંચોઃ Rains in Vapi : વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, વાપીમાં 2 કલાકમાં દે ધનાધન!
ક્યાં કેટલો વરસાદ સીઝનના બીજા રાઉન્ડમાં - ભાવનગર (Monsoon Bhavnagar 2022) શહેર અને જિલ્લાની વાત કરીએ તો અતિશય 44 ડીગ્રી તાપમાન જિલ્લાવાસીઓએ સહન કર્યા બાદ મેઘરાજાની મહેરથી(Rain in Bhavnagar) ઠંડક જરૂર પ્રસરી ગઈ છે. જિલ્લામાં હાલ જોઈએ તો આ પ્રમાણે નીચે મુજબ વરસાદ નોંધાયો છે.
તાલુકો 30 વર્ષના નોંધાયેલા વરસાદની ટકાવારી વરસાદ (MM માં) જોઇએ તો-
ગારીયાધાર 472 15
પાલીતાણા 610 32
ભાવનગર 739 45