ગુજરાત

gujarat

ETV Bharat / city

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો "મોહિની એકાદશી", ક્યા ક્યા લાભો છે જે જાણો આ ખાસ અહેવાલમાં

હિન્દૂ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ(Vishnu in Hindu scriptures) પાલનહાર માનવામાં આવે છે. માં લક્ષ્મી સાથે રહેતા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો મનુષ્યને જીવનમાં તન મન અને ધનથી કષ્ટ સહન કરવાનો સમય આવતો નથી. 12 મેં(Mohini Ekadashi) 24 એકાદશી પૈકીની ઉત્તમ એકાદશી છે. શુ છે એકાદશી અને શું મનુષ્યો કરે તો ભગવાન જરૂરથી પ્રસન્ન થાય છે. જાણો આ ખાસ અહેવાલમાં

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો "મોહિની એકાદશી", ક્યા ક્યા લાભો છે જે જાણો આ ખાસ અહેવાલમાં
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો "મોહિની એકાદશી", ક્યા ક્યા લાભો છે જે જાણો આ ખાસ અહેવાલમાં

By

Published : May 11, 2022, 10:02 PM IST

ભાવનગર:ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશી શ્રેષ્ઠ હોય છે. વિષ્ણુ ભગવાનની 24 એકાદશી પૈકીની એક એકાદશી એટલે મોહિની એકાદશી(Mohini Ekadashi) કહેવામાં આવે છે. 12 મેં ને ગુરુવારના રોજ અને વૈશાખ માસમાં એકાદશીનું આવવું એટલે વર્ષો પછી એવો સંયોગ આવતો હોય છે જે આ વર્ષમાં આજના ગુરુવારના દિવસે આવ્યો છે. અચૂક કરો આ એકાદશી.

શુ છે મોહિની એકાદશી ?

12 મેં 24 એકાદશીમાં શ્રેષ્ઠ મોહિની એકાદશી - મોહિની એકાદશી ચાર વર્ષ પહેલાં વૈશાખ માસમાં આવી હતી ત્યારે ફરી વૈશાખ માસમાં મોહિની એકાદશીનું યોગ(Mohini Ekadashi month of Vaishakh) આવ્યો છે. પહેલા એ જાણો મોહિની એકાદશી શુ છે મોહિની એકાદશી રાગ, દ્વેષ અને મોહરૂપી અંધકારના કારણભૂત છે. જીવનમાં રાગ, દ્વેષ અને મોહ દૂર કરવા ભગવાન વિષ્ણુની મોહિની એકાદશી કરવી જોઈએ. જેથી મનુષ્ય રાગ, દ્વેષ અને મોહમાંથી મુક્ત થાય અને જીવનને સુખમય બનાવી શકે છે.

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો "મોહિની એકાદશી" લાભ જ લાભ

આ પણ વાંચો:Aja Ekadashi 2021: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આ વ્રત

કોને પૂછ્યું અને કોણે કહ્યું મોહિની એકાદશી શ્રેષ્ઠ -ભગવાન રામે વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે ભગવાન બધા પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરવા 24 વ્રત એકાદશીમાં ઉત્તમ વ્રત હોય તે હું સાંભળવા માંગુ છું. વશિષ્ઠ ઋષિએ જવાબ આપ્યો કે વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં એકાદશી આવે તે મોહિની એકાદશી છે. એના વ્રત પ્રભાવ મોહમાયા જાળથી અને પોપોથી છુટકારો પામે છે. અધિક માસમાં 26 એકાદશી અને અધિક એટલ્સ પુરુષોત્તમ માસના હોય તો 24 એકાદશીના વ્રત આવે છે. મોહિની એકાદશી કરવાથી મેરુ પર્વત(Meru mountain) જેવડા પાપ નાશ પામે છે.

કોણે પૂછ્યું અને કોણે કહ્યું મોહિની એકાદશી શ્રેષ્ઠ, જ્યોતિષ,શ્રીધર પંચાંગવાળા

આ પણ વાંચો:વર્ષની 24 એકાદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી, જાણો શું છે કથા...

ભગવાન વિષ્ણુને કેમ કરશો પ્રસન્ન મોહિની એકાદશીમાં - ભગવાન વિષ્ણુને ખુશ કરવા માટે પ્રથમ એકાદશીના દિવસે(Day of Tulsi Agiyaras) તુલસી ચડાવવા જોઈએ પણ હા તુલસી અગિયારસના દિવસે તોડવા ના જોઈએ તેને એક દિવસ અગાઉ તોડી રાખી મુકવા જોઈએ. આ સાથે ભગવાન વિષ્ણુનો દિવસ ગુરુવાર છે તેથી મોહિની એકાદશીનું વ્રત કરવું જોઈએ અને સાંજે ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુને કોઈ સફેદ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને બાદમાં એકટાણું કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થાય છે.

ABOUT THE AUTHOR

...view details