- મિશ્ર પ્રતિસાદ મળતા ચેમ્બર ઓફ કોમર્સની અપીલ ખારીજ
- ચેમ્બરની આશા પર પાણી ફરી વળ્યું
- પીરછલ્લા અને ગોળ બજારોમાં વ્યાપરીઓ બંધને સમર્થન ન આપ્યું
ભાવનગર: શહેરમાં વધતા કોરોના કેસ વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્ય બજારોને બે દિવસ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે ભાવનગરની બજાર પચાસ ટકા કરતા વધુ ખુલ્લી રહેતા ચેમ્બર ઓફ કોમર્સની અપીલને ખારીજ કરી દીધી છે.
ભાવનગરમાં લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ આ પણ વાંચો:નવસારીમાં સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ
ભાવનગર વ્યાપરીઓને હતી અપીલ સ્વયંભૂ લોકડાઉનની
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સએ મુખ્ય બજારોમાં આવેલી દુકાનોના એસોસિએશને સ્વયંભૂ લોકડાઉન શનિ અને રવિ પાળવા અપીલ કરવામાં આવી હતી. શહેરમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે વ્યાપારીઓ જો સ્વયંભૂ લોકડાઉન કરે તો કોરોનાની ચેઇન તૂટી શકે તેમ છે પરંતુ ચેમ્બર ઓફ કોમર્સની અપીલની અસર સંપૂર્ણ જોવા મળી નથી. ચેમ્બરની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચો:જામનગરમાં ત્રણ દિવસના બંધના એલાનને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ
અપીલ છતાં બજારો કેટલા અંશે રહ્યા ખુલ્લા
ભાવનગર શહેરની મુખ્ય વોરા બજાર એટલે કે M.G રોડ, પીરછલ્લા અને ગોળ બજારોમાં વ્યાપરીઓ બંધને સમર્થન આપ્યું ન હતું. વ્યાપારીઓ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ દુકાનો બંધ નહિ રાખી હોવાનું જણાવ્યું હતું. મુખ્ય બજારમાં દાણાપીઠ અને સોની બજાર સ્વયંભૂ બંધ પાળ્યું હતું એટલે શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળવા પામ્યો છે. જો કે, 30 જેટલા એસોસિએશ સાથે વાર્તાલાપ બાદ પણ ચેમ્બરને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સ્વયંભૂ લોકડાઉન હાલની આર્થિક કટોકટી હોવાનું વ્યાપારીઓ માની રહ્યા છે તેથી બંધ કરવું પોસાય તેમ નથી.