ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મિડવાઈફરી લેન્ડ કેર શરૂ કરાયું

ભાવનગર સર ટી હોસ્પિટલમાં મિડવાઈફરી લેન્ડ કેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રસુતા મહિલાઓ માટે ખાસ તાલીમ લીધેલી યુવતીઓને અહીં મૂકવામાં આવશે અને ખાસ ટીમ અને સાધનો સાથે કેટલાક બેડ મૂકવામાં આવ્યા છે. ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે મિડવાઇફરી લેન્ડ કેર યુનિટ (MLCU)ની સુવિધા શરૂ કરાઇ છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મિડવાઈફરી લેન્ડ કેર શરૂ કરાયું
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મિડવાઈફરી લેન્ડ કેર શરૂ કરાયું

By

Published : Jan 19, 2021, 4:15 PM IST

  • ભાવનગરની સર ટી જનરલ હોસ્પિટલમાં મિડવાઈફરી લેન્ડ કેર શરૂ કરવામાં આવ્યું
  • યુનિસેફ અને સ્ત્રી રોગ નિષ્ણાતોના ટેક્નિકલ સપોર્ટ દ્વારા કરાયું સમગ્ર આયોજન
  • ખાસ તાલીમ પામેલા તબીબી અને નર્સિંગ સ્ટાફના સભ્યોને નિયુક્ત કરાયા

ભાવનગરઃ ભારત સરકાર દ્વારા માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના સઘન પ્રયાસોના ભાગરૂપે નીતિ આયોગના 7/11 ઈન્ડિકેટર મુજબ ગુજરાત સરકાર દ્વારા માતાની પ્રસુતિ અને બાળ જન્મ એક કુદરતી પ્રક્રિયા હેઠળ સંસ્થાકીય અને સન્માનપૂર્વક થાય તે અંતર્ગત 'પ્રથમ 100 દિવસ' અભિયાન હેઠળ મિડવાઇફરીની ભૂમિકાની અગત્યતા નક્કી કરવામાં આવી છે, જેમાં પ્રસૂતા અંગેની સંભાળ તાલીમ પામેલી મિડવાઇફરી મહિલાઓ દ્વારા કરવામાં આવે, જેમાં તેઓ સ્વનિર્ણય લઈ શકે તથા પ્રસૂતાની સંભાળ વ્યક્તિગત અને દર્દીલક્ષી હોય તેવું ઊંડાણ પૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર આયોજનમાં જટિલ સમસ્યા વગરની પ્રસુતિ નૈસર્ગિક રીતે થઈ શકે તે સિદ્ધાંત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

મિડવાઈફરી માટે શું સાધનો અને કેવી ટીમ?

ગુજરાત સરકાર દ્વારા અગ્રતા લઈ આ બાબતે પહેલ કરી ગુજરાત રાજ્યની ઘણી બધી મેડિકલ કોલેજ, હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ પ્રકારના એમએલસીયુની સુવિધા કાર્યરત્ કરવામાં આવી છે. આ કાર્યક્રમના વિસ્તરણના ભાગરૂપે ભાવનગરની સર ટી જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક તબક્કે ત્રણ પથારીવાળા સમગ્ર સાધન સામગ્રીથી સજ્જ મિડવાઇફરી લેડ કેર યુનિટ (MLCU)ની રચના કરી કાર્યરત કરવામાં આવી છે. આમાં યુનિસેફ અને આ ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતોના ટેક્નિકલ સપોર્ટ દ્વારા ખાસ તાલીમ પામેલા તબીબી અને નર્સિંગ સ્ટાફની નિયુક્ત કરાયેલી છે તો આ સુવિધાનો ભાવનગર જિલ્લાની તેમ જ આજુબાજુના જિલ્લાની પ્રસુતા મહિલાઓને લાભ લેવા તબીબી અધિક્ષક, સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details