ગુજરાત

gujarat

ETV Bharat / city

Mid Day Meal In Bhavnagar : 56 શાળાઓમાં કોરોનાકાળમાં કઇ રીતે અને કેટલા રુપિયા ખર્ચાયાં જાણો છો?

ભાવનગરમાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન (Mid Day Meal In Bhavnagar )આપવામાં આવે છે. આ યોજનામાં દિવસ દીઠ સરકાર કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે ? આ બધું તમે જાણો છો? નહીને? ચાલો ETV BHARAT બધી માહિતી એકઠી કરી છે એ તમને જણાવી દઈએ.

Mid Day Meal In Bhavnagar : 56 શાળાઓમાં કોરોનાકાળમાં કઇ રીતે અને કેટલા રુપિયા ખર્ચાયાં જાણો છો?
Mid Day Meal In Bhavnagar : 56 શાળાઓમાં કોરોનાકાળમાં કઇ રીતે અને કેટલા રુપિયા ખર્ચાયાં જાણો છો?

By

Published : Mar 30, 2022, 9:49 PM IST

ભાવનગરઃ શહેરમાં આવેલી શાળાઓમાંસમયમાં પણ મધ્યાહન ભોજન યોજનામાં રોકડ અને ઘઉં ચોખા (Mid Day Meal In Bhavnagar ) આપવામાં આવ્યા હતાં. ગરમાગરમ મધ્યાહન ભોજન NGO 2019માં આપતી હતી. તેના મહિને આશરે 19 થી 20 લાખ. ત્યારે કોરોનાકાળમાં મહિને (Mid Day Meal In Corona Lockdown ) રોકડ અને ઘઉં ચોખા માત્ર આપી દેવામાં આવ્યાં, જેમાં રોકડ રકમ જ માત્ર 19 માસની 5,79,67,891 થઈ. જાણો સંપૂર્ણ વિગત.

ભાવનગરમાં મિડ ડે મિલમાં ભાવનગરમાં દિવસ દીઠ ખર્ચો જાણવા મળ્યો છે

કોરોનાકાળમાં ભાવનગરની શાળામાં મધ્યાહન ભોજન- ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Bhavnagar Nagar Prathmik Shikshan Samiti )56 શાળાઓમાં છેલ્લા 700 દિવસથી મધ્યાહન ભોજન બંધ હતું. હાલમાં મધ્યાહન ભોજન શરૂ (Mid Day Meal In Bhavnagar )કરવામાં આવ્યું છે અને ગરમાગરમ ભોજન આપવામાં આવી રહ્યું છે. કોરોનાકાળમાં મધ્યાહન ભોજન બંધ હોવાથી ફૂડ સિક્યોરિટી નીચે કુકિંગ કોસ્ટ આપવામાં આવી છે. જે જોઇએ તો 16/3/2020 થી 31/10/2021 સુધી 1 થી 5 ધોરણના 2,85,37,072 અને 6 થી 8 ધોરણના બાળકોને 2,94,30,819 કુલ મળી 5,79,67,891 રકમ 22160 જેટલા બાળકોના વાલીના ખાતામાં જમા કરાવવામાં આવ્યાં છે. એક બાળક દીઠ કોરોનાકાળમાં 5 ધોરણ સુધીના બાળકને રોજના 4 રૂપિયા 97 પૈસા આપવામાં આવતા હતાં. જ્યારે 6 થી 8 ના એક બાળકને રોજના 7 રૂપિયાને 45 પૈસા (Bhavnagar Mid Day Meal Rate )આપવામાં આવતા હતાં.

મધ્યાહન ભોજન યોજનામાં બાળકોના પોષણનું ધ્યાન રાખવામાં આવે છે

આ પણ વાંચોઃ Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત

મધ્યાહન ભોજનમાં હવે શરૂ થયેલા ભોજન પર મત- ભાવનગરની નગર પ્રાથમિક (Bhavnagar Nagar Prathmik Shikshan Samiti ) શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ થતાં (Mid Day Meal In Bhavnagar )બાળકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. હાલમાં અક્ષયપાત્ર સંસ્થા મધ્યાહન ભોજન પૂરું પાડી રહી છે. શાળા નંબર 47ના આચાર્ય ભગવતીબેને જણાવ્યું હતું કે હાલમાં મધ્યાહન ભોજન શરૂ થતાં વિદ્યાર્થી અને વાલીઓ આનંદિત છે. કોરોનાકાળમાં બાળકોને ઘરે ઘઉં અને ચોખા આપવામાં આવ્યા હતાં અને સાથે હેપીનેસ્ટ કિટ અને ગ્રોસરી કિટ આપવામાં આવી હતી. હવે મધ્યાહન ભોજન શરૂ થતાં બાળકોની હાજરીમાં તેની અસર જોવા મળશે.

મધ્યાહન ભોજન માટે NGOની ભૂમિકા- ભાવનગર શહેરની 56 જેટલી નગર પ્રાથમિક શાળાઓમાં (Bhavnagar Nagar Prathmik Shikshan Samiti ) 2018 પહેલા સંચાલકો દ્વારા મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું. પરંતુ સરકારે બાદમાં NGO માટે (NGO For Mid Day Meal )ટેન્ડરિંગ પ્રક્રિયા કરી. ત્યારથી ભાવનગરમાં ત્રણ NGO પૈકી એક માત્ર અક્ષયપાત્ર સંસ્થા ટેન્ડર મેળવી રહી છે. મધ્યાહન ભોજન વિભાગના મામલતદાર ઉષાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં અમે કુકિંગ કિટો આપેલી છે જેની કિંમત 5 કરોડ ઉપર થાય છે. એક બાળક દીઠ એક દિવસે 50 ગ્રામ ઘઉં ચોખા 1 થી 5 ધોરણના બાળકોને અને 75 ગ્રામ ઘઉં ચોખા 6 થી 8 ધોરણના બાળકોને આપવામાં આવતા હતાં.

એનજીઓની પણ મોટી ભૂમિકા રહે છે

આ પણ વાંચોઃ મધ્યાહ્ન ભોજન યોજના માટે ભારતે શા માટે તત્કાળ પર્યાપ્ત નાણાં સુનિશ્ચિત કરવાની જરૂર છે

કોરોનાકાળમાં કેટલું અનાજ અપાયું- હવે તમને જણાવીએ કે NGOને મધ્યાહન ભોજન ટેન્ડર આપતા 56 શાળાના અંદાજે 22 હજારથી વધુ બાળકોનું એક માસનું બિલ 20/2/2019 મુજબ 19,82,806 થાય છે. હવે 20 લાખની એવરેજ પકડીને ચાલવામાં આવે તો 2.40 કરોડ થઈ શકે છે. ગરમ ભોજન આપ્યા વગર પણ આ આંકડો કોરોનાકાળમાં (Mid Day Meal In Corona Lockdown ) તેટલો જ રહેવા પામ્યો નથી પણ કદાચ વધી (Mid Day Meal In Bhavnagar )જરૂર ગયો છે.

ABOUT THE AUTHOR

...view details