- આજે લાભ પાંચમનો શુભ દિવસ
- વેપારીઓએ દુકાનો અને ધંધાનું મુહૂર્ત કર્યું
- ગુજરાતીઓ હંમેશા ધંધામાં આગળ રહ્યા છે
ભાવનગરઃ કારતક માસ સવંત 2077ના નવા વર્ષના વેપારનો આજથી એટલે કારતક સુદ પાંચમના દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં અનેક દુકાનોમાં તોરણ અને ફૂલહાર કરી શુભ ચોઘડિયામાં વેપારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આવનારા વર્ષના દરેક દિવસમાં સારો વેપાર થાય તેવા હેતુથી લાભ પાંચમના દિવસે વેપાર ધંધા ખોલવામાં આવતા હોય છે અને નવા વર્ષમાં બજારો ધમધમતી હોય છે.
ભાવનગરમાં લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપારીઓએ વ્યાપારના શ્રી ગણેશ કર્યા ધંધા માટે આજે લાભ પાંચમનું મુહૂર્ત શ્રેષ્ઠ ગુજરાતીઓના નવા વર્ષના પ્રારંભ બાદ વેપાર ધંધા માટે આજે લાભ પાંચમનું મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં પણ દિવાળીના તહેવાર બાદ સવારથી વેપારીઓએ લાભ પાંચમનું મુહૂર્ત કરી ધંધા રોજગાર શરૂ કર્યા હતા.
તેલની દુકાને ગ્રાહકોનો ધસારો લાભ પાંચમનું શુભ મુહૂર્તભાવનગર શહેરમાં મોટા ભાગના વેપાર ધંધા ચલાવતા લોકો માટે લાભ પાંચમનું મુહૂર્ત મહત્વનું હોય છે, ત્યારે આજે વહેલી સવારે સારા ચોઘડિયામાં વેપારીઓ દ્વારા દુકાનના અને ઓફિસોના દ્વાર ખોલવામાં આવ્યા હતા. વેપારીઓએ દુકાનો ખોલીને તોરણ અને ફૂલહાર સાથે ભગવાનને દિવા, ધૂપ કરી નવા વર્ષના વેપારની શરૂઆત કરી હતી.
લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપારીઓએ વ્યાપારના શ્રી ગણેશ કર્યા તેલની દુકાને ગ્રાહકોની લાઇન ભાવનગરના મોટા વિક્રેતા ખાદ્ય તેલના વેપારી દ્વારા લાભ પાંચમનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સવારમાં ગ્રાહકોની લાઈનો લાગી ગઈ હતી. સારા મુહૂર્તમાં અને ચોઘડિયામાં દુકાનનો વેપાર શરૂ કરવાની પૌરાણિક પ્રથાને આધૂનિક યુગમાં પણ જાળવી રાખવામાં આવી છે. વેપારીઓ દ્વારા હંમેશા હિન્દૂ ધર્મના રીત રિવાજો અને ધાર્મિક પરપંરાને જાળવવામાં ભાવેણાવાસીઓ અગ્રેસર રહ્યા છે.