ગુજરાત

gujarat

ETV Bharat / city

Meeting of the task force in Bhavnagar: ઓમિક્રોનને ફેલાવતો અટકાવવા ભાવનગર કલેક્ટરે યોજી ટાસ્ક ફોર્સની બેઠક - Omicron

ઓમિક્રોન વેરિયન્ટ ફેલાવવાની દહેશત વચ્ચે ભાવનગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સની બેઠક મળી.જેમાં ભાવનગર મહાનગરપાલિકાના (Bhavnagar Municipality)આરોગ્યના અધિકારી તેમજ જિલ્લા પંચાયતના આરોગ્યના અધિકારી અને સર ટી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ પણ હાજર રહ્યા હતા.બેઠકમાં એમિક્રોન સામે આરોગ્ય તંત્રની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી અને રેપીડ ટેસ્ટ વધારવા આદેશ કરાયો હતો.

meeting of the task force
meeting of the task force

By

Published : Dec 1, 2021, 7:56 PM IST

  • ઓમિક્રોનના પગલે કલેકટરના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સની બેઠક
  • મહાનગરપાલિકાને રેપીડ ટેસ્ટ કરવા આદેશ અને વધુ કીટ ખરીદવા લીલી ઝંડી
  • હાલમાં મહાનગરપાલિકા દરરોજ 600 થી રેપીડ ટેસ્ટ વધુ કરી રહી છે

ભાવનગર:શહેરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સની બેઠક મળી.કલેકટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં મહાનગરપાલિકા(Bhavnagar Municipality)ના આરોગ્યના અધિકારી તેમજ જિલ્લા પંચાયતના આરોગ્યના અધિકારી અને સર ટી હોસ્પિટલ(Sir Takhtasinhji General Hospital)ના સુપ્રીટેન્ડન્ટ સહિતના લોકો હાજર રહ્યા હતા.ઓમિક્રોનના પગલે યોજાયેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં રેપીડ ટેસ્ટ વધારવા આદેશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલોનો ચિતાર પણ જાણો.

Task force meeting

ઓમિક્રોન પગલે મહાનગરપાલિકાની તૈયારી અને ટાસ્ક ફોર્સની બેઠક

અત્યારે તો ભાવનગર શહેરમાં કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે પરંતુ કેન્દ્ર દ્વારા નવા વેરિયન્ટ ઓમિક્રોન ફેલાવાની શક્યતાના આધારે સમગ્ર દેશને સાવચેત કરવામાં આવ્યો છે.ભાવનગર શહેરમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે.એમિક્રોન સામે સાવચેતીના ભાગરૂપે આડે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી અને તેમાં શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ભાવનગર મહાનગર પાલિક ઓમિક્રોન સામે લડવા માટે સજ્જ
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના દરેક 12 વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર આવેલા છે જ્યાં RTPCR અને રેપીડ ટેસ્ટની વ્યવસ્થા છે. આ સિવાય વેકસીનનો પ્રથમ ડોઝ 4,62,777 લોકોને સંપૂર્ણ 104 ટકા પૂર્ણ કર્યા બાદ બીજા ડોઝ માટે 20 ટકા લોકોને અપીલ કરાઈ રહી છે. બીજો ડોઝ 79.36 ટકા એટલે 3,52,033 લોકોને અપાઈ ગયો છે. મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારી આર.કે.સિન્હાએ જણાવ્યું હતું કે ટાસ્ક ફોર્સની બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને મળી હતી હતી જેમાં રેપીડ ટેસ્ટ વગેરેની તૈયારી માટે જણાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા હાલમાં રોજના 600 થી 800 રેપીડ ટેસ્ટ કરી રહી છે. રેપીડની કીટ અને RTPCR ની કીટ હાલમાં ઉપલબ્ધ છે પરંતુ જરૂરિયાત ઉભી થાય તો ખરીદી માટે જણાવવામાં આવ્યું છે.
જિલ્લાની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં શું વ્યવસ્થા અને શું વધુ તૈયારી કરાઈ
ભાવનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ સરકારી છે જેમાં બીજી લહેરમાં 1000 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી ત્યારે નવા વેરિયન્ટ ઓમિક્રોમના ભય વચ્ચે ત્રીજી લહેરની શક્યતમાં સર ટી હોસ્પિટલના(Sir Takhtasinhji General Hospital) સુપ્રીટેન્ડન્ટ ડો.જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે બીજી વેવમાં જે તૈયારીઓ હતી તે યથાવત છે. હોસ્પિટલમાં 1130 જેટલા બેડ છે. 925 જેટલા બેડ પર ઓક્સિજન પાઇપ લાઇન છે જ્યારે હાલમાં 205 બેડ પર પાઇપલાઇન ઓક્સિજનની નાખવાની કામગીરી શરૂ છે. સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન 30 હજાર લીટરની ટેંકો છે સાથે જ બે PSA પ્લાન્ટ છે જેમાં એક મિનિટમાં 2 હજાર લીટર ઓક્સિજન મળે છે. આ સિવાય 125 બેડ રુવાપરી રોડ પર આવેલી રક્તપિત્ત હોસ્પિટલ કોરોનામાં ફેરવાય તેવી વ્યવસ્થા છે અને ત્યાં 1000 લીટર એક મિનિટમાં આપતો PSA પ્લાન્ટ છે.દવાઓ પણ માટે સરકાર જરૂરિયાત પ્રમાણે આપે છે.
આ પણ વાંચો:

સુરતમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા ખાસ ટાસ્ક ફોર્સની રચના કરાઈ

Exclusive : કોરોના બાદ બાળકો માટે દરેક દેશે ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ - કૈલાશ સત્યાર્થી

ABOUT THE AUTHOR

...view details