ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરઃ કોરોના કાળમાં દર્દીનો વધારો થતા તાપીબાઈ હોસ્પિટલમાં દવા બમણી વપરાઈ - Tapibai Hospital

ભાવનગર શહેરમાં આવેલી એક માત્ર સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કોરોનાને કારણે ગ્રામીણ દર્દીઓ આવી શક્ય નહીં પણ શહેરના દર્દીઓ વધી ગયા તેથી દવા બમણી વપરાશમાં લેવામાં આવી છે. ભારતીય મૂળ ઔષધિઓ ઉપચાર માટે શ્રેષ્ઠ છે.

કોરોના કાળમાં દર્દીનો વધારો થતા તાપિબાઈ હોસ્પિટલમાં દવા બમણી વપરાઈ
કોરોના કાળમાં દર્દીનો વધારો થતા તાપિબાઈ હોસ્પિટલમાં દવા બમણી વપરાઈ

By

Published : Dec 21, 2020, 7:39 PM IST

Updated : Dec 21, 2020, 8:21 PM IST

  • તાપીબાઈ હોસ્પિટલમાં આયુર્વેદિક દવાનો વપરાશ બમરો થયો
  • કોરોના કાળમાં આયુર્વેદિક દવાઓ શ્રેષ્ઠ સાબિત થતા દવાનો વપરાશ બમરો થયો
  • ઇમ્યુનિટી વધારવા માટે દવા આયુર્વેદ વિભાગ પૂરું પાડે છે

ભાવનગરઃ કોરોના કાળમાં ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શક્તિ જે એક માત્ર કોરોના સામે લડવામાં શસ્ત્ર બની ગયું છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આયુર્વેદ પર ભાર મૂકવામાં આવ્યો તેવા સમયે ભારતની મૂળ ઔષધિ મહામારીમાં શ્રેષ્ઠ સાબિત થઈ છે.

તાપીબાઈ હોસ્પિટલમાં આયુર્વેદિક દવાનો વપરાશ બમરો થયો

આયૂર્વેદની દેવા લેનારા દર્દીઓની સંખ્યામાં વધારો

શહેરમાં વર્ષોથી સ્થપાયેલી એક માત્ર સરકારી તાપિબાઈ આયુર્વેદ હોસ્પિટલ છે. આયુર્વેદને માનનારા દર્દીઓ હંમેશા તાપિબાઈ હોસ્પિટલની દવા લેવાનો આગ્રહ રાખે છે, ત્યારે ભાવનગરમાં તાપીબાઈ હોસ્પિટલમાં કોરોના કાળમાં આયૂર્વેદની દેવા લેનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

આયૂર્વેદની દેવા લેનારા દર્દીઓની સંખ્યામાં વધારો

અનલોક બાદ દવામાં વધારો

આમ તો આજે કોરોનાની વેકસીન નથી, ત્યારે ઇમ્યુનિટી વધારવા માટે દવા આયુર્વેદ વિભાગ પૂરું પાડે છે અને કોરોનાના વોર્ડમાં પોતાના બે તબીબો પણ તાપીબાઈ હોસ્પિટલ તરફથી મુકાયા છે, ત્યારે બહારગામથી આવતા દર્દીઓ ઘટ્યા છે અને સ્થાનિક દર્દીઓ વધ્યા છે. મતલબ કે કોરોના કાળમાં હવે દર્દીઓમાં વધારો નોંધાયો છે. અનલોક બાદ જોઈએ તો દવામાં વધારો થયો છે.

આયુર્વેદિક દવાઓ

કઈ દવામાં કેટલો થયો વધારો

  • દશમુલ કવાથ

જાન્યુઆરીમાં 78 કિલો જ્યારે કોરોના આવતા એપ્રિલમાં 167 કિલો જરૂર પડી

  • પથયાદી કવાથ

જાન્યુઆરીમાં 74 કિલોની જરૂરિયાત હતી ત્યાં કોરોના આવતા 145 કિલોની જરૂર પડી

  • સંશમનિવટી

જાન્યુઆરીમાં 28 કિલોની જરૂરિયાત હતી, જે કોરોના આવતા વધીને 50 કિલો થઈ

  • યષ્ટિ મદુવટી

જાન્યુઆરીમાં 14 કિલોની જરૂરિયાત હતી, જે કોરોના આવતા 21 કિલોએ પહોચી ગઈ હતી.

આમ તાપીબાઈ હોસ્પિટલમાં શરદી, ઉધરસ અને કફ વગેરેના દર્દીઓએ દેશી ઉપચાર વધાર્યો તેનો દાખલો દવાની વધેલી વપરાશ બતાવે છે.

તાપીબાઈ હોસ્પિટલ

તાપીબાઈ હોસ્પિટલમાં કોરોનાને પગલે આપવામાં આવે છે ખાસ ઉકાળા

ભાવનગર તાપીબાઈ હોસ્પિટલ આયુર્વેદ હોવાથી અહીંયા કોરોનાને પગલે ખાસ ઉકાળા પણ આપવામાં આવે છે. બહારગામથી એટલે અન્ય જિલ્લા અને તાલુકામાંથી આવતા લોકો મળીને રોજના 250 જેટલા દર્દીઓ નોંધાતા હતા, ત્યારે આજે પણ 250 થી વધુ નોંધાય છે, તેનું કારણ એક જ છે ગ્રામ્ય વિસ્તારના લોકો આવી શક્ય નહીં અને શહેરી વિસ્તારના દર્દીઓ વધી ગયા એટલે દર્દીની સંખ્યા તેટલી જ રહી પણ દવાનો વપરાશ વધી ગયો.

કોરોના કાળમાં દર્દીનો વધારો થતા તાપીબાઈ હોસ્પિટલમાં દવા બમણી વપરાઈ
Last Updated : Dec 21, 2020, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details