- આગામી 7 દિવસમાં બે ગ્રહ બદલશે ગૌચરમાં પોતાની રાશિ
- મંગળ 6 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બર ગુરુ બદલશે પોતાની ચાલ
- મંગળ અને ગુરુની બદલતી ચાલ કઈ રાશિ પર શુભ અશુભ ફળ આપશે
ન્યુઝ ડેસ્ક: ભારત દેશમાં જ્યોતિષ ક્ષેત્રે માનનારા વર્ગો મોટા છે. મનુષ્યનું જીવન હિન્દૂ ધર્મમાં વેદો પ્રમાણે એક જ્યોતિશાસ્ત્ર પર ટકેલું છે. બ્રહ્માંડમાં આવેલા ગ્રહો,નક્ષત્ર જેમ ફરે છે તેમ 12 રાશિઓ પર પ્રભાવ અલગ અલગ જોવા મળે છે. હાલમાં 6 સપ્ટેમ્બરના રોજ મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગૌચર ભ્રમણ કરવા જઈ રહ્યો છે તો જ્ઞાનનો દેવતા ગુરુ કુંભમાંથી પરત 14 સપ્ટેમ્બરે મકરમાં ફરી રહ્યો છે. દરેક રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે. આપણે જાણીએ શું પડી શકે છે પ્રભાવ અને રાષ્ટ્ર માટે કેવો સમય રહેશે.
મંગળ 6 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં આવતા રાશિના જાતકોને શુભ તો ક્યાંક અશુભ ફળ
આજે એટલે કે 6 સપ્ટેમ્બરે સોમવાર ભગવાન શિવનો વાર છે ત્યારે ક્રૂર અને ખતરનાખ જે ગ્રહ કુંડળીમાં માનવામાં આવે છે તે ગ્રહ મંગળ કન્યા રાશિમાં ગૌચર ભ્રમણ કરવા જઈ રહ્યો છે આશરે અઢી મહિના એક રાશિમાં રહેતો મંગળ ક્યાંક સુખ તો ક્યાંક દુઃખ ઉભું કરી શકે છે. 6 સપ્ટેમ્બરે વહેલી સવારે 3.26 કલાકે રાશિ બદલશે જેમાં સિંહમાંથી કન્યા રાશિમાં જશે. જો કે કન્યા રાશિમાં બુધ છે અને બુધ કન્યા રાશિનો સ્વામી છે જ્યારે મંગળનો શત્રુ પણ બુધ છે આથી કન્યા અને મિથુન રાશિને સાવચેત રહેવું પડશે.
મંગળનું નીચેની રાશિઓ પર શુભ, મધ્યમ અને અશુભ ફળ
શુભ ફળ - મેષ, વૃશ્ચિક, સિંહ અને તુલા પર સારો પ્રભાવ પડશે. આ રાશિના જાતકોને જમીન લે વેચ કે જમીનથી લક્ષ્મી પ્રાપ્તિ થવાની સંભાવના છે.
મધ્યમ ફળ - કર્ક, વૃષભ, મકર, કુંભ રાશિને મધ્યમ ફળ પ્રાપ્ત થશે. આ રાશીઓને મકાન, જમીન અને સુખાકારીમાં મધ્યમ ફળ આ જાતકોને આપશે.
અશુભ ફળ - કન્યા,મિથુન,ધન,મીન રાશિના જાતકોને અશુભ ફળ આપનાર રહેશે. આ જાતકોને ઘરમાં વિવાવડ, ઘર કંકાસ અને કોર્ટ કચેરી બાબતમાં ફટકો લાગી શકે છે.
આ પણ વાંચો : TOKYO PARALYMPICS: 24માં સ્થાને રહ્યું ભારત, 19 મેડલ જીતીને રચ્યો ઇતિહાસ
14 સપ્ટેમ્બરે ગુરુ ફરી માર્ગી બની આવશે મકર રાશિમાં શુ ફળ
જ્ઞાન, ભક્તિ અને ધન સુખાકારીમાં વધારો કરનાર ગુરુ ગ્રહ છે જે હાલમાં કુંભ રાશિમાં છે અને 14 સપ્ટેમ્બરે પુનઃ મકર રાશિમાં ગૌચરમાં માર્ગી બનીને આવશે. ગુરુ મકર રાશિમાં આવતા કેટલીક રાશીઓને શુભ અને કેટલીક રાશિને અશુભ ફળ આપશે. જો કે ગુરુ મકર રાશિમાં નીચનો માનવામાં આવે છે પણ જ્યાં તેની દ્રષ્ટિ થશે તે રાશીઓને શુભ ફળ પ્રાપ્ત થશે. કોઈએ ગુરુદેવની કૃપા દ્રષ્ટિ અને કોના માટે ચિંતા વધારનારૂ છે.
ગુરુ ગ્રહની 12 રાશિ પર નીચે મુજબ થશે અસર
શુભ ફળ - ધન,મીન,વૃષભ, મકર રાશિ માટે ગુરુ ગ્રહની અસર શુભ ફળ આપનારી રહેશે. આ રાશિના જાતકોમાં જ્ઞાન ધર્મ અને અટકેલા કાર્ય તેમજ લક્ષ્મી પ્રાપ્ત થવાના સંકેત છે
મધ્યમ ફળ - મેષ, વૃશ્ચિક,કુંભ,કર્ક આ રાશિના જાતકોને ગુરુની અસર સારી રહેશે. આ ચાર રાશીઓને શેર બજારમાં ફાયદો થઈ શકે છે. માતાપિતા તરફથી સહયોગ અને લાભ મળવાની પણ શક્યતા રહેલી છે.
અશુભ ફળ - કન્યા,મિથુન,તુલા,સિંહ આ રાશિના જાતકોને સમય થોડો કઠિન રહેશે કારણ કે તેમનવ ગુરુનો લાભ મળવાનો નથી પણ ઊલટું ખોટા નિર્ણયો કરાવે તેમજ કોઈની વાતમાં આવીને નુકશાન કરાવે તેવી સ્થિતિ સર્જાઈ તેમ છે.