ગુજરાત

gujarat

આરોગ્ય વિભાગે અખાદ્ય ચીજોના લીધેલા સેમ્પલો ફેઈલ થતાં જથ્થાને નાશ કરી દંડ ફટકારવામાં આવ્યો

By

Published : Mar 21, 2021, 10:53 PM IST

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ લોકડાઉનથી અખાદ્ય ચિજોનો નાશ કરી રહી છે અને તેની પહેલાથી લીધેલા સેમ્પલો ફેઈલ જતાં આશરે 15 લાખથી વધુનો દંડ કરવામાં આવેલો છે. 25 જેટલા સેમ્પલના રિપોર્ટ હજુ આવવાના બાકી છે ત્યારે આગામી દિવસોમાં કેટલા સેમ્પલ ફેલ જશે તેના પર આરોગ્ય વિભાગની નજર મંડાયેલી છે.

આરોગ્ય વિભાગે અખાદ્ય ચીજોના લીધેલા સેમ્પલો ફેઈલ થતાં જથ્થાને નાશ કરી દંડ ફટકારવામાં આવ્યો
આરોગ્ય વિભાગે અખાદ્ય ચીજોના લીધેલા સેમ્પલો ફેઈલ થતાં જથ્થાને નાશ કરી દંડ ફટકારવામાં આવ્યો

  • 2021ના માર્ચ માસ સુધીમાં 135 સેમ્પલો આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા
  • આરોગ્ય વિભાગે લોકડાઉનમાં અને તેના પહેલા લીધેલા સેમ્પલોમાથી કેટલાક ફેઈલ થયા
  • 135 જેટલા સેમ્પલ 2020 માર્ચથી આજદિન સુધીમાં લેવામાં આવ્યા
  • 25 જેટલા સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે

ભાવનગરઃ જિલ્લાના ભાવનગર શહેરમાં લોકડાઉનથી લઇને 2021ના માર્ચ માસ સુધીમાં 135 સેમ્પલો આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકડાઉનમાં અને તેના પહેલા લીધેલા સેમ્પલોમાં કેટલાક ફેઈલ ગયા છે અને હજુ કેટલાકનો રિપોર્ટ આવવાનો બાકી છે. ખાદ્ય ચિજોને લઈને પરિસ્થિતિ શુ હતી અને હવે પરિસ્થિતિ કેવી છે તે જોઈએ આ અહેવાલમાં.

135 જેટલા સેમ્પલ 2020 માર્ચથી આજદિન સુધીમાં લેવામાં આવ્યા

આ પણ વાંચોઃ ETV ભારતનો વિશેષ અહેવાલ, રાજકોટમાં ચાલુ વર્ષે સૌથી ઓછું એર પોલ્યુશન નોંધાયું

લોકડાઉનથી આજદિન સુધી આરોગ્ય વિભાગની કામગીરી

ભાવનગર શહેરમાં માર્ચ 2020થી લાગેલા લોકડાઉનથી લઈને અનલોક અને ત્યાર બાદ હવે જનજીવન પુનઃ કાર્યરત થયું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન અને બાદમાં ખાદ્ય ચિજોને લઈને ચેકીંગ કર્યું હતું. જેમાં 135 જેટલા સેમ્પલ 2020 માર્ચથી આજદિન સુધીમાં લેવામાં આવ્યા છે. 135માંથી 6 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે. જે ફેઈલ ગયા છે. 25 જેટલા સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે, જે 2020થી હાલ માર્ચ 2021 સુધીના આંકડા છે. જ્યારે અન્ય પણ સેમ્પલ ફેઈલ ગયેલા છે તેના રિપોર્ટમાં કાર્યવાહી થયેલી છે.

25 જેટલા સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે

ફેઈલ ગયેલા સેમ્પલ અને કરવામાં આવેલો દંડ

ભાવનગર મહાનગરપાલિકાએ 2018થી લઈને 2021 સુધી લીધેલા સેમ્પલોના રિપોર્ટ આગળ પાછળ આવતા હોય છે ત્યારે 2019માં લીધેલા સેમ્પલના રિપોર્ટ આવતા સુર વનસ્પતિ- 5 લાખ દંડ, મેંગો વનસ્પતિ- 5 લાખ દંડ, સહયોગ શીંગતેલ - 25,000 દંડ, રાધેક્રિષ્ના નમકીન - 5,000 દંડ, માખણને 25,000 દંડ જકરવામાં આવ્યો છે. હિમાલ્યા મોલમાં આવેલા રિલાયન્સ માર્કેટમાં 2018માં મફિનનું સેમ્પલ ફેઈલ જતા 3 લાખનો દંડ કરવામાં આવ્યો હતો અને 9 હજાર વ્યાજ પણ લેવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગે અખાદ્ય ચીજોના લીધેલા સેમ્પલો ફેઈલ થતાં જથ્થાને નાશ કરી દંડ ફટકારવામાં આવ્યો

આ પણ વાંચોઃ અમદાવાદઃ વેસ્ટર્ન રેલવે કટરા સ્ટેશન માટે ચાર જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવશે

શુ છે પરિસ્થિતિ હાલની અને કાર્યવાહી શા માટે થયેલી

લોકડાઉન બાદ અને તેની પહેલા અખાદ્ય જથ્થો વહેંચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં રૂપે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. લોકડાઉનમાં પણ ઘણી દુકાનો ફરસાણ સહિતની બંધ રહ્યા બાદ તેનો જથ્થો ચેકીંગમાં મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો. વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગાંધી સ્મૃતિમાં શીંગતેલ, ગણેશ લસ્સીમાં દહીં,રાધેક્રિષ્નામાં નમકીન, મરી મસાલા વેચતા વ્યાપારીને ત્યાં કાળા મરીના સેમ્પલ લઈ રિપોર્ટ કરાવવા મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોતાની કામગીરી કરી છે, પણ રિપોર્ટ પ્રમાણે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details