ગુજરાત

gujarat

ETV Bharat / city

મનસુખ માંડવીયાએ 12 વર્ષ ઉપરના બાળકો માટે DNA બેઝ વેકસીનનો સંકેત આપ્યો - Mansukh Mandvia

ભાવનગરના મૂળ વતની મનસુખભાઇ માંડવીયા ભાવનગર પાલીતાણા વતન આવ્યા હતા. તેઓ વતન જન આશીર્વાદ યાત્રામાં જોડવવામાં માટે આવ્યા હતા. મનસુખભાઇ સોનગઢ ગુરુકુળમાં પણ હાજરી આપી હતી. મનસુખભાઈએ કાર્યક્રમો દરમિયાન જણાવ્યું હતું કે દેશની પ્રથમ DNA બેઝ બીજી વેકસીનને મંજૂરી આપવામાં આવી છે જે 12 વર્ષ ઉપરના બાળકો માટે હશે.

mandviya
મનસુખ માંડવીયાએ 12 વર્ષ ઉપરના બાળકો માટે DNA બેઝ વેકસીનનો સંકેત આપ્યો

By

Published : Aug 22, 2021, 9:51 AM IST

  • કેન્દ્રીય કેબિનેટમંત્રી મનસુખ માંડવીયાનું વતનમાં આગમન સાથે સ્વાગત કરાયું
  • જન આશીર્વાદ યાત્રામાં હાજરી આપી સોનગઢમાં પણ ગુરુકુળમાં હાજરી આપી
  • મનસુખભાઇએ જણાવ્યું 12 વર્ષ ઉપરની પ્રથમ DNA બેઝ વેકસીનને મંજૂરી


ભાવનગર : જિલ્લાના પાલીતાણાના હણોલના મૂળ વતની અને હાલમાં બીજી વખત કેન્દ્રની સરકારમાં જેમને સ્વાસ્થ્ય વિભાગ પણ શિપિંગ સાથે સોંપવામાં આવ્યું છે એવા મનસુખ માંડવીયા પોતાના વતનમાં આવતા ભાજપ દ્વારા સ્વાગત કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. મનસુખભાઇ ભાજપની જન આશીર્વાદ યાત્રામાં પણ હાજરી આપી હતી.

માંડવિયાએ આપી પક્ષના કાર્યક્રમમાં હાજરી

પાલીતાણાના વતની એવા કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયા ભાવનગર જિલ્લામાં પાલીતાણા આવતા તેમનું સ્વાગત ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. મનસુખએ ગઈકાલ પાલીતાણા આવ્યા બાદ તેમણે જન આશીર્વાદ કાર્યક્રમમાં પણ પાલીતાણા હાજરી આપી હતી. પાલીતાણામા તેમને સરદાર પટેલની પ્રતિમાનું પણ લોકાર્પણ કર્યું હતું. મનસુખભાઈએ સોનગઢમાં ગુરુકુળમાં પણ હાજરી આપી હતી જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગરમા પણ ભવ્ય સ્વાગત અને રેલીનું આયોજન બાદ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો બૌદ્ધિક વાર્તાલાપ પણ સીધુનગરમાં કરવામાં આવ્યો હતો.

મનસુખ માંડવીયાએ 12 વર્ષ ઉપરના બાળકો માટે DNA બેઝ વેકસીનનો સંકેત આપ્યો

આ પણ વાંચો :વડાપ્રધાન મોદી સ્વ.ક્લાયણ સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા તેમના નિવાસ સ્થાને લખનઉ જશે

બાળકો માટે રસીના આપ્યા સંકેત

માંડવિયાએ સોનગઢ ખાતે પણ તેમને હાજરી આપી હતી. કાર્યક્રમમાં આવેલા મનસુખભાઈએ જણાવ્યું હતું કે ભારતની પહેલી રસી કોવેકસીન ભારતની બાયોટેકએ બનાવી અને બીજી કંપની ઝાયડ્સ કેડીલાએ પણ 12 વર્ષ ઉપરના બાળકોની રસી બનાવી છે જે DNA બેઝ રસી બનાવવામાં આવી છે જે ભારતની પ્રથમ રસી છે જેને ઇમરજન્સી પ્રમાણે તાત્કાલિક DNA બેઝ રસીને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :રવિવાર સુધીમાં લગભગ 300 ભારતીયો અફઘાનિસ્તાનથી સ્વેદેશ આવે તેવી શક્યતા

ABOUT THE AUTHOR

...view details