ભાવનગરઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ આજે ભાવનગરની સરકારી શાળાઓમાં (Manish Sisodiya Bhavnagar Visit) નિરીક્ષણ કર્યું હતું. તેમણે સવારથી જ પોલીસ અને શિક્ષણ જગતને ખડેપગે રાખ્યું (Manish Sisodia inspections Bhavnagar Goverenment Schools) હતું. જોકે, તેઓ કઈ શાળામાં જશે તે જાહેર ન હોવાથી પોલીસમાં પણ દોડાદોડી જાવા મળી હતી. અહીંની શાળાઓની જર્જરિત હાલત જોઈને મનીષ સિસોદિયા હસી પડ્યા હતા. સાથે જ તેમણે આ અંગે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી પર (Manish Sisodia on Jitu Vaghani) પ્રહાર કર્યા હતા.
ત્રણ વર્ષથી જર્જરિત શાળાની મુલાકાતે પહોંચ્યા મનીષ સિસોદિયા AAP નેતા પહોંચ્યા ભાવનગર -શિક્ષણ અંગે રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ત્યારે આકરી ઉનાળાની ગરમીમાં રાજકારણ (Politics on education in Gujarat) ગરમાયું છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને ગુજરાતના નેતાની સાથે ભાવનગર આવી પહોંચ્યા (Manish Sisodia inspections Bhavnagar Goverenment Schools) હતા. નવીન વાત એ છે કે, આમ આદમી પાર્ટીએ ક્યાંક શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીને ટાર્ગેટ કર્યા (Manish Sisodia on Jitu Vaghani) હોય તેમ પશ્ચિમ વિધાનસભામાં સ્વાગત કાર્યક્રમ સહિતના આયોજન કર્યુ હતું.
"આપ" પહેલે "આપ" સાથે શિક્ષણપ્રધાનના મતવિસ્તારમાં સિસોદિયા આ પણ વાંચો-Controversial statement by Vaghani: વાઘાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસ અને AAPએ લીધા આડેહાથ
"આપ" પહેલે "આપ" સાથે શિક્ષણપ્રધાનના મતવિસ્તારમાં સિસોદિયા - સૂર્યનારાયણના તાપમાનનો પારો વધતાની સાથે રાજકીય ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે. રાજકોટમાં શિક્ષણપ્રધાનની ટીકાટિપ્પણી બાદ આમ આદમી પાર્ટીએ ક્યાંક ટાર્ગેટ આગામી ચૂંટણી પગલે નક્કી કર્યા હોય તેમ ભાવનગર આંગણે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સીસોદિયા ભાવનગર RTO સર્કલ આવી પોહચ્યા હતા. ત્યારે તેમની સાથે ગુજરાત AAPના નેતા ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવીએ ભાવનગરની હાદાનગર શાળા નંબર 62માં અચાનક મુલાકાત લીધી હતી. આ શાળા જર્જરિત બિલ્ડીંગ અને બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો.
આ પણ વાંચો-Jitu Vaghani Statement : પોતાના જ નિવેદન પર શું બોલ્યા જિતુ વાઘાણી, જુઓ
સિસોદિયાએ શા માટે આ જ મતવિસ્તારની મુલાકાત લીધી - ભાવનગરમાં સરપ્રાઈઝ ચેકિંગમાં (Manish Sisodia inspections Bhavnagar Goverenment Schools) આવેલા મનીષ સિસોદિયા સીધા હાદાનગર શાળામાં પહોંચ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, જે રીતે શિક્ષણપ્રધાન બોલ્યા હતા કે, શાળામાં ન ફાવે તો બીજી જગ્યાએ જતા રહે તો અમને એમ થયું કે, ગુજરાતનું શિક્ષણ કેવું છે. જાણવું પડશે. તે માટે અમે શિક્ષણપ્રધાનના જ મતવિસ્તારમાં મુલાકાત લીધી હતી, જ્યાં મકડીના જાળા છે. બિલ્ડીંગ જર્જરિત છે. હું આવવાનો હતો. એટલે સફાઈ કરાવી છે. જો શિક્ષણપ્રધાનના મતવિસ્તારની શાળા આવી હોય તો આ મજાક છે. પ્રજાએ તમને મત આપીને ચૂંટયા છે શિક્ષણપ્રધાન બનાવ્યા છે. મજાક કરોમાં કેમ ચાર પાંચ મહિનામાં ચૂંટણી છે પ્રજા ભૂલશે નહીં.
મનીષ સિસોદિયાની પ્રતિક્રિયા - ભાવનગરની હાદાનગર શાળામાં અચાનક મનીષ સીસોદીયાની એન્ટ્રી (Manish Sisodia inspections Bhavnagar Goverenment Schools) થતા શાળામાં સ્થિતિ વિશે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, શાળાનું બિલ્ડીંગ ખંડેર જેવું છે. જાળા હમણાં કાઢીને સફાઈ કરવામાં આવી હોય તેમ લાગે છે. બેઠવા માટે નીચે કશું નથી. સ્માર્ટ બોર્ડ ચાર લગાવીને મૂકી દીધા છે. હું આવવાનો હતો એટલે કહેવાનો મતલબ એટલો જ છે, જે મત વિસ્તારના બાળકો અહીંયા ભણવા આવે છે. તેના વાલીઓએ જ તમને મત આપી શિક્ષણ પ્રધાન બનાવ્યા છે તો આવી મજાક ન કરો. ચૂંટણીને 4થી 5 જ મહિના બાકી છે. ત્યાં સુધી જો સારું શિક્ષણ નહીં આપો તો લોકો જે સરકાર સારું શિક્ષણ આપશે તેવી સરકારને જ ચૂંટશે.
શું કહે છે શાળાના આચાર્ય અને કેટલી બિલ્ડીંગ માટે રજૂઆત -હાદાનગરની શાળા નંબર 62માં કુલ 432 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે ધોરણ 6થી 8ના 166 બાળકો પણ અભ્યાસ કરે છે. શાળાના આચાર્ય દિનેશ છત્રોલાએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે. અમે વડી કચેરીએ જાણ કરી છે. મહાનગરપાલિકામાં ટેન્ડરિંગ પણ થઈ ગયું છે. ટૂંક સમયમાં કામ શરૂ થશે. અમારું શિક્ષણ કલ્સટરમાં ખૂબ સારું છે.
ભાવનગરની સરકારી શાળાની સ્થિતિ