ભાવનગર:ભાવનગર જિલ્લામાં કેરીની (Mango will be expensive) આવક ખાસ કરીને ઘોઘા,તળાજા,મહુવા અને જેસર તાલુકામાંથી થાય છે. તૌકતે વાવઝોડું તેમજ ગત વર્ષનો પાછોતરો વરસાદ અને ડોકિયું કરી ગયેલા માવઠાથી આંબા પર અસર પડી છે. કેરીનો રસ આગામી દિવસોમાં લેવા માટે કિંમત મોટી ચૂકવવી પડે તેમ લાગી રહ્યું છે. આંબાઓમાં મોરની (ફૂલ) સ્થિતિ શુ છે જે કેરીની આવક અને કિંમત નક્કી કરે છે.
ફળોના રાજાની ઘટ આગામી સમયમાં દેખાશે : કુદરતના મારથી કેરી થશે મોંઘી આ પણ વાંચો:છેલ્લા 5 વર્ષથી હવામાનની પ્રતિકૂળતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહી છે કેસર કેરી
ભાવનગર જિલ્લામાં ક્યા કયા કેરીના આંબાવાડીઓ
ભાવનગર જિલ્લામાં ઘોઘા,તળાજા,મહુવા અને જેસર પંથકમાં કેરીના (Mango will be expensive) આંબાવાડીઓ વધુ જોવા મળે છે, પરંતુ તૌકતે વાવાઝોડું અને ગત વર્ષના પાછોતરો વરસાદ અને બાદમાં આવેલા માવઠાથી અસર થોડા અંશે થવા પામી છે. આંબામાં મોર (ફૂલ) ઓછા આવે તો કેરીનું ઉત્પાદન ઘટી જાય છે.
આ પણ વાંચો:તાલાલાની મધમીઠી કેસર કેરીનો સ્વાદ હવે ઈટલીના લોકો માણશે, દરિયાઈ માર્ગે 15 હજાર બોક્સ રવાના
મહુવાની જમાદાર કેરી દેશ વિદેશ સુધી પ્રખ્યાત
મહુવાની જમાદાર કેરી દેશ વિદેશ સુધી પ્રખ્યાત છે. બાગાયત અધિકારી (Horticulture Officer) એમ બી વાઘમસીએ જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડામાં અનેક આંબાઓ પડી ગયા છે. તો ક્યાંક ડાળીઓ તૂટી ગઈ છે. નવી ડાળીઓ આવ્યા બાદ તેના એક વર્ષ પછી મોર આવે છે. જૂની ડાળીઓમાં મોરના બદલે ડાળીઓ ફૂટી હોઈ તો પાણી આપવામાં આવ્યું હોય અથવા ભેજ હોઈ શકે છે. જિલ્લામાં ઘોઘા, તળાજા, મહુવા અને જેસરમાં આંબાઓ છે. તેમાં મોટી ફરિયાદ નથી પણ ઉત્પાદન વાવાઝોડાના કારણે આંબાઓ પડી ગયા હોવાથી ઓછું આવી શકે છે. આંબાઓને વધુ અસર અમરેલી, રાજુલા, ઉના તરફ વધુ થઈ છે.