ગુજરાત

gujarat

ETV Bharat / city

મહુવામાં તૌકતે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ

હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડું તૌકતે પોરબંદર અને મહુવા વચ્ચે ત્રાટકી શકે છે, ત્યારે મહુવાના 13 ગામો હાઈ એલર્ટ પર છે અને 13 ગામોના 8000 જેટલા લોકોને સ્થળાંતર કરાવવા મહુવા SDM સહિતની ટિમ કામે લાગી ગઈ છે.

tauktae cyclone
tauktae cyclone

By

Published : May 16, 2021, 10:52 PM IST

  • સંભવિત વાવાઝોડાને પગલે મહુવાનું તંત્ર એલર્ટ
  • મહુવાના 13 ગામના લોકોને સ્થળાંતર કરવા તંત્રની તૈયારી
  • લોકોને સલામત જગ્યાએ ખસેડવા SDM અને મામલતદારની ટિમો તેયાર

ભાવનગર : મહુવા દરિયાકાંઠે નજીક આવેલા 13 ગામોને 3 ઝોનમાં વહેંચીને ઝોન અધિકારી તરીકે કલાસ 1 અધિકારીની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી છે અને આ તમામ ગામના લોકોને સલામત સ્થળે લઈ જવા અને ત્યાં ફૂડની વ્યવસ્થા મહુવાના BAPS મંદિર તેમજ બગદાણા ધામ અને ઉચકોટડા દેવ સ્થાન તરફથી કરવામાં આવી છે.

મહુવા

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લાના 125 ગામોને કરાયા એલર્ટ

મહુવામાં NDRFની ટિમ આવી પહોંચી

વાવાઝોડાના એલર્ટને પગલે સરકાર હરકતમાં આવી છે. મહુવા આ વાવાઝોડામાં હાઈ એલર્ટ ઉપર હોવાથી મહુવામાં એક NDRFની ટિમ આવી પહોંચી છે. મહુવામાં વાવાઝોડાની શક્યતાને પગલે મહુવા શહેરમાંથી હોર્ડિંગ્સ અને નબળા વૃક્ષોને ઉતારવામાં આવ્યા છે અને મહુવામાં R&B સહિત GEBની ટિમો સ્ટેન્ડ બાય રાખી છે.

મહુવામાં તૌકતે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ

આ પણ વાંચો:સતર્ક બનો: તૌકતે વાવાઝોડા પહેલા અને પછી રાખો આ તકેદારી

મહુવામાં 30થી 40ની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે

બંદર અને કતપર કે જે દરિયા નજીક આવેલા છે. તે લોકોના કહેવા મુજબ દરિયામાં કરન્ટ જોરદાર છે અને વાવાઝોડું આવે તેવી પુરી શકયતા છે. હાલ મહુવામાં 30થી 40ની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. મહુવા SDM વલવાઈ સાહેબ અને ટિમ ખડેપગે દરિયાઈ પટ્ટીમાં રહીને લોકોને સમજાવીને આ વિસ્તાર ખાલી કરાવવાની ફિરાકમાં લાગી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details