- મહુવા પોલીસે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો પકડ્યો
- બિનવારસી આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોનો છે તે તપાસ ચાલુ
- મુરઘા ફાર્મના શેડમાં ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો
ભાવનગર: મહુવાના બાયપાસ રોડ પર આવેલા મુરઘા ફાર્મના શેડમાં ઈંગ્લીશ દારૂ હોવાની બાતમી મહુવા PIને મળતા જે તે જગ્યાએ જઇને રેડ પાડી હતી. ઈંગ્લીશ દારૂ અને બિયરના ટીન મળી આવેલા છે.
આ પણ વાંચો:સુરતના SMC પાર્ટી પ્લોટમાં ધરાશાયી થયેલા વૃક્ષોનો જથ્થો
સિલપેક બોટલ અને બિયરના ટીન 336 મળી આવ્યા
મહુવાના PI ઝાલાને બાતમી મળેલી કે મહુવામાં રહેતા મુરતુઝાભાઈ બદામીના કાકા અલતાફભાઈ બદામીના સર્વે નં 195 વાળી જમીનમાં પતરાના શેડવાળી જગ્યામાં કે જે સિતેનભાઈ સાબુવાળાને 2 વર્ષથી ભાડે આપેલા છે અને તે પડતર હાલતમાં હોવાથી ત્યાં જઈને સિત્તેનભાઈ આંટો મારવા ગયેલા અને ત્યાં બિનવારસી દારૂ અને બિયરની પેટીઓ પડેલી હતી. જે હકીકતની જાણ મહુવાના PIને જાણ કરતા તેઓએ રેડ પાડી હતી. ઉપરોક્ત જગ્યાએથી કુલ કિંમત 1,84,200ના ઈંગ્લીશ દારૂની સિલપેક બોટલ અને બિયરના ટીન 336 મળી આવ્યા હતા.
આ પણ વાંચો:અંજાર પોલીસ દ્વારા ઝડપાયેલ 1.40 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરાયો
દારૂ બિનવારસી હતો કોણે ઉતાર્યો અને કોણ બૂટલેગર એ તપાસ ચાલુ
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા આ જગ્યા અલતાફભાઈ બદામીના માલિકીની હોવાનું જણાવ્યું હતુ અને આ જગ્યા 2 વર્ષથી સાતેનભાઈ સાબુવાળાને ભાડે આપી હોવાનું જણાયેલું હતુ. આ બિનવારસી જગ્યામાં દારૂનો મસમોટો જથ્થો કોનો છે અને કોણે ઉતાર્યો એ તપાસ ચાલુ હોવાનું મહુવાના PI ડી. ડી. ઝાલાએ જણાવ્યું હતુ. નવાઈની વાત એ છે કે, મોટો જથ્થો મહુવા પહોંચ્યો કઈ રીતે તેમજ પોલીસનું કડક ચેકીંગ હોવા છતાં છેક રાજસ્થાન તરફથી આટલો દારૂ મહુવા કેમ પહોંચ્યો? હાલમાં આ બિનવારસી પકડાયેલા દારૂના માલિકો બુટલેગર ફરાર છે અને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.