ગુજરાત

gujarat

ETV Bharat / city

રાઘવ મકવાણાને પ્રધાન મંડળમાં સ્થાન મળતા મહુવા ભાજપના કાર્યકરો અને પરિવારમાં જોવા મળ્યો ખુશીનો માહોલ - Mahuva BJP workers and family happy with Raghav Makwana

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. જેમાં રાઘવ મકવાણાને રાજ્યકક્ષાના પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

રાઘવ મકવાણાને પ્રધાન પદમાં સ્થાન
રાઘવ મકવાણાને પ્રધાન પદમાં સ્થાન

By

Published : Sep 17, 2021, 6:25 AM IST

  • રાઘવ મકવાણાને રાજ્યકક્ષાના પ્રધાનમંડળમાં સ્થાન અપાયું
  • રાઘવ મકવાણાએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ કર્યું છે
  • વર્ષોથી સંગઠનમાં વફાદારી પૂર્વક કામ કર્યું છે

ભાવનગર- ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. જેમાં રાઘવ મકવાણાને રાજ્યકક્ષાના પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. 8 ઓક્ટોબર 1970 માં ચોંડાભાઈ મકવાણાને ત્યાં પઢીયારકા ગામે જન્મેલા રાઘવઈ મકવાણા ખૂબ નાની ઉંમરથી રાજકારણમાં અગ્રેસર રહ્યા છે અને સાથે અભ્યાસમાં પણ રુચિ દાખવતા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ પૂર્ણ કર્યું છે.

રાઘવ મકવાણાએ ભાજપ મહાપ્રધાન તરીકે સંગઠન માટે સેવા આપી

વર્ષ 2001 જિલ્લા બક્ષીપંચ પ્રધાન તરીકે સેવા આપ્યા બાદ વર્ષ 2010થી 2013 સુધી જિલ્લા ભાજપ મહાપ્રધાન તરીકે સંગઠન માટે સેવા આપી પારિવારિક રાજકીય કોઠા સૂઝ હોવાથી તેમના ધર્મપત્ની ભાવનાબેન મકવાણા પણ મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ અને 2 ટર્મ તળાજા અને 1 ટર્મ મહુવા એમ કુલ 3 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

મહુવા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

રાઘવ મકવાણા ચાલુ ટર્મમાં મહુવા બેઠક પરથી ભાજપ માટે વિધાનસભાનું પદ પણ તેમને શોભાવ્યું છે. વર્ષોથી સંગઠનમાં વફાદારી પૂર્વક કામ કરવાના ફળ સ્વરૂપ હવે તેમને પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે એમ ચોક્કસ પણે કહી શકાય. તેમને રાજ્ય કક્ષાનું પ્રધાન પદ મળતા મહુવા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને ગાંધીબાંગ ખાતે એકઠા થઈ આતિષબાજી સાથે પેંડાથી મોં મીઠું કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details