ભાવનગરઃ લૉકડાઉનના સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રિકવરીની આશા - Lockdown loss
ભાવનગર શહેરમાં વિદેશ સુધી જતાં ગાંઠિયા વેપારીઓને કરોડોનું નુકશાન ગયું છે. હવે ફરી દુકાનો ખુલતાં વેપારીઓએ લોકોને આહવાન કર્યું છે કે દેશ બચાવવા માટે લોકલ થિયરી પર ભાર મૂકવો પડશે, જો કે 50 દિવસથી પડતર પડેલા માલનો નાશ કરી ગાંઠિયાના વેપારીઓએ નવો પ્રારંભ કરી તાજા ગાંઠિયા ઉપલબ્ધ કર્યા છે.
![ભાવનગરઃ લૉકડાઉનના સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રિકવરીની આશા ભાવનગરઃ લૉકડાઉન સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રીકવરીની આશા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7315071-thumbnail-3x2-ganthiya-7208680.jpg)
ભાવનગરઃ લૉકડાઉન સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રીકવરીની આશા
ભાવનગર: ભાવનગર ગાય, ગાંડા અને ગાંઠિયાથી વખણાતું શહેર છે. ભાવનગરી ગાંઠિયા પર કોરોનાના કારણે ગ્રહણ લાગ્યું હતું જેથી લોકોને જીભને મળતો સ્વાદ જતો રહ્યો હતો એટલું જ નહીં ભાવનગરના ગાંઠિયાના વેપારીઓને લાખો નહીં પણ કરોડોમાં નુકશાન ગયું છે. જો કે ગાંઠિયાના વેપારીઓ ચોક્કસ આંકડો નથી આપી શક્યાં, પણ કરોડોનું નુકશાન જરૂર માની શકાય.
ભાવનગરઃ લૉકડાઉનના સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન