- વિભાવરી દવે અને રાજીવ પંડ્યા સાથે ખાસ વાતચીત
- ભાજપ કાર્યાલયમાં મેળા જેવો માહોલ
- પ્રજા સામે કેવા મુદ્દા પ્રજા સમક્ષ મૂકશે તે અંગે નેતાઓએ ચર્ચા કરી
ભાવનગર : BMC એટલે કે, ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પગલે ભાજપ કાર્યાલયમાં મેળા જેવો માહોલ ઉભો થયો હતો. ETV BHARAT દ્વારા શિક્ષણ અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાન વિભાવરી દવે અને ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા સાથે ખાસ વાતચીત કરી હતી.
ભાવનગર શહેર પ્રમુખ અને વિભાવરી દવે સાથે ETV BHARATની ખાસ વાતચીત ETV BHARATની વિભાવરી અને શહેર પ્રમુખ સાથે વાતચીત
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 52 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જે બાદ પ્રભારી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી અને વિભાવરી દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ETV BHARAT દ્વારા વિભાવરી અને ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે વાતચીત કરવામાં આવી હતી. જે દરમિયાન મોંઘવારી, લોકડાઉનમાં ગયેલી રોજગારી જેવા મુદ્દા સામે હોય ત્યારે કેવી રીતે પ્રચારમાં જશે અને પ્રજા સામે કેવા મુદ્દા પ્રજા સમક્ષ મૂકશે, આ અંગે બન્ને નેતાઓએ ચર્ચા કરી હતી.