ગુજરાત

gujarat

ETV Bharat / city

ઓમિક્રોન સામે આયુર્વેદમાં બાળકો અને મોટા લોકો માટે ઉપચાર શું ? જાણો તબીબોના મુખે... - આયુર્વેદના નીતિ નિયમો

આયુર્વેદ શાસ્ત્રમાં ઓમિક્રોન (Ayurvedic Remedies To Fight Omicron) જેવા ગમે તેવા વાઈરસનો ઉપાય આપેલો છે. લોકોએ વર્ષો જૂના આયુર્વેદના નીતિ નિયમો (Policy rules of Ayurveda) ફરી શીખવા જરૂરી બન્યા છે. Etv Bharatએ બે તબીબો પાસેથી પ્રાથમિક ઉપચાર માટે માહિતી મેળવી હતી. આવો જાણીએ બાળકો અને મોટાઓએ શું કરવું જોઈએ ઓમિક્રોન સામે બચવા.

Ayurvedic Remedies To Fight Omicron
Ayurvedic Remedies To Fight Omicron

By

Published : Jan 8, 2022, 7:34 AM IST

ભાવનગર: ભારતમાં કોરોના બાદ વક્રી રહેલા ઓમીક્રોનથી લોકો ચિંતિત છે. કોરોનાકાળમાં આયુર્વેદ ઔષધિઓ (Ayurvedic Remedies Against Omicron) ખૂબ ફાયદાકારક નિવડી અને અનેક લોકોએ પોતાનો જીવ બચાવવામાં સફળતા પણ.મેળવી છે પરંતુ ઓમિક્રોન વેકસીનનો પણ ચકમો આપે છે ત્યારે ઓમીક્રોનથી બચવા આયુર્વેદમાં શુ ઉપાય ? હા તમને આ નહિ ખ્યાલ હોઈ કે ઓમીક્રોન કે ડેલ્ટા હોઈ પણ આયુર્વેદમાં આવા વાયરસનો તોડ સારો આપેલો છે. જાણીએ (Let to Know Ayurvedic Remedies) આપણા પાંચ હજાર વર્ષ જૂના આયુર્વેદ ઋષિમુનિઓના શાસ્ત્રમાં શું છે ઉપાય.

ઓમિક્રોન સામે આયુર્વેદમાં બાળકો અને મોટા લોકો માટે ઉપચાર શું ? જાણો તબીબોના મુખે...

કોરોનામાં ગળો તો ઓમિક્રોનમાં શું ?

ભાવનગર શહેરમાં કોરોનાની પહેલી બાદ બીજી લહેરમાં આવેલી આયુર્વેદની જાગૃતી બાદ લોકો આયુર્વેદ દવા તરફ વળ્યા હતા અને તેનું કારણ હતું કે, એલોપેથી દવાથી આવતી નબળાઈ આયુર્વેદ દવા લેવાથી આવતી નથી. જોકે કોરોનામાં ગળો તો ઓમિક્રોનમાં શું ? એ લોકોને જાણવું જરૂરી છે.

આયુર્વેદ ડોક્ટરની સલાહ લઈને દવાનું સેવન કરવું જરૂરી છે

આયુર્વેદ ડોક્ટરની સલાહ લઈને દવાનું સેવન કરવું જરૂરી છે

આયુર્વેદ ડોક્ટર તુષાર ત્રિવેદીએ (Bhavnagar Ayurvedic doctor on Omicron) જણાવ્યું હતું કે, આયુર્વેદ શાસ્ત્રમાં આવા વાઈરસ આવે ત્યારે એકબીજાથી અંતર ઘરમાં રાખવું તેમજ એકબીજાની ચિઝોનો ઉપયોગ કરવો નહીં. સવાર અને સાંજ ગૂગલ, કપૂર જેવી ચિઝોનો ધુમાડો ઘરમાં કરવો જોઈએ. વાઈરસ શરીર માટે રોકવા ગરમ પાણી પીતા રહેવું જોઈએ. કારણ કે ગરમ પાણી વાઈરસને મારતું નથી પણ તેને વધવાથી રોકી રાખે છે. આ સિવાય રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વાઈરસ માટે ગળો, ત્રિફળા, આંબળા જેવી ચિઝોનું સેવન કરવું જોઈએ. આ સિવાય દિનચર્યા, ઋતુચર્યા, નિશાચર્યાનું પાલન કરવું જોઈએ. જોકે લોકોએ પોતાની શરીરની પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદ ડોક્ટરની સલાહ લઈને દવાનું સેવન કરવું જરૂરી છે.

ઓમિક્રોન સામે આયુર્વેદમાં બાળકો અને મોટા લોકો માટે ઉપચાર શું ? જાણો તબીબોના મુખે...

બાળકો માટે ઓમિક્રોન સામે લડવા આયુર્વેદની દવા શું ?

કોરોના બાદ ઓમિક્રોનનો ડર બાળકો માટે લોકોને ખૂબ સતાવી રહ્યો છે. તાપિબાઈ આયુર્વેદ હોસ્પિટલના અધિકાતી ડો. કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે, મોટા માટે સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ વગેરે આયુર્વેદમાં પણ નિયમો જણાવ્યા છે. વાઈરસ સામે લડવા માટે મોટા લોકોએ શમશામણી વટી, પાઠ્યાગી કવાથ, દશમુલ કવાથ, ગુડુચ્યાડી કવાથ, યષ્ટિમધુ ઘનવટી લઈ શકાય છે. જ્યારે બાળકોને રોજ હળદરવાળું ગરમ દૂધ આપવું જોઈએ. એ સિવાય તેની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બાલચતુરભદ્ર શિરપ, સુવર્ણપ્રાશ, યષ્ટિમધુ ઘનવટી, કુમાર કલ્યાણ રસ ખૂબ વાઈરસ સામે રક્ષણ આપે છે. બે કે ચાર કે પછી અઠવાડિયે બાળકોને આપવાથી તેની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

આ પણ વાંચો: ગરમ પાણીની વરાળ સંક્રમણથી દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે

આ પણ વાંચો: તેજસ્વી બાળક માટે પોષક મૂલ્યો

ABOUT THE AUTHOR

...view details