ગુજરાત

gujarat

ભાવનગરઃ 5 વર્ષથી કોર્પોરેશનમાં સામેલ નારી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, નગરસેવકે આંદોલનની ઉચ્ચારી ચીમકી

By

Published : Oct 12, 2020, 5:25 PM IST

નારી ગામને ભાવનગર શહેરમાં ભેળવી દેવામાં આવ્યું છે. જેથી અહીંના લોકો કોર્પોરેશનનો વેરો પણ ભરી રહ્યું છે. તેમ છતાં અહીંના લોકો ગત દોઢ મહિનાથી ગટરની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે. જેથી કોંગ્રેસે પોતાનો રોષ વ્યક્ય કર્યો છે અને ગટરના પ્રશ્નનું નિરાકરણ નહીં થવા પર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

5 વર્ષથી કોર્પોરેશનમાં સામેલ નારી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
5 વર્ષથી કોર્પોરેશનમાં સામેલ નારી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

ભાવનગરઃ વર્ષ 2015માં શહેરના નારી ગામ સહિત 5 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં સામેલ થવાના 4 વર્ષે બાદ પણ આ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી લોકોમાં રોષ જોવા ફેલાયો છે.

ગટરની સમસ્યા

નારી ગામમાં ગટરની સમસ્યા યથાવત

  • 5 વર્ષ અગાઉ મહાનગરપાલિકામાં સામેલ કરાયું હતું
  • પ્રાથમિક સુવાધાનો છે અભાવ
  • કોંગ્રેસ નગરસેવકે નોંધાવ્યો વિરોધ
  • નગરસેવકે આંદોલનની ચીમકી ઉચ્ચારી
    5 વર્ષથી કોર્પોરેશનમાં સામેલ નારી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

ભાવનગર શહેરમાં નવા ભળેલા આ નારી ગામમાં ગટર ફેલાઈ રહી છે. જેથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. નારી ગામની આ સમસ્યા મનપા પણ સાંભળતું નથી. જેથી કોંગ્રેસ નગરસેવકે સ્થળ પર પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં થવા પર નગરસેવકે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details