- ભાવનગરમાં ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1ની સમસ્યાઓ
- વોડર્માં ટ્રાફિકની મુખ્ય સમસ્યા
- આ વોર્ડમાં કુલ 40,348 મતદારો
ભાવનગરઃ ભાવનગર શહેરનો પ્રવેશદ્વાર જ ચિત્રા ફુલસર વોર્ડમાં છે. જો ચિત્રા ફુલસર વોર્ડની સમસ્યાની વાત કરીએ તો આ વોર્ડમાં ટ્રાફિકની પ્રાથમિક સમસ્યા જોવા મળે છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 40,348 છે. વોર્ડ નંબર 1માં પહેલેથી જ કોંગ્રેસનો દબદબો રહ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 1982મા થઈ અને મારી ઉત્પત્તિ થઈ ચિત્રા ફુલસર વોર્ડ તરીકે હા હું 1982 થી ભાવનગર શહેરનો અહમ હિસ્સો છું. ભાવનગર શહેરમાં પ્રવેશતા લોકોને મારા વિસ્તારમાં થઈને જ નીકળવું પડે છે. હું ચૂ ચિત્રા ફુલસર વોર્ડ અને મને ક્રમાંક આપવામાં આવ્યો છે 1 તો ચાલો જોઈએ મારા વિસ્તારની સમસ્યાઓ
ચિત્રા ફુલસર વોર્ડમા મતદારો કેટલા અને કેવો મિજાજ
ભાવનગર ચિત્રા ફુલસર વોર્ડમાં 21,281 પુરુષો છે અને 19066 સ્ત્રીઓ છે, આમ કુલ મળીને 40,348 જેટલા મતદારો છે. આ વોર્ડમાં મતદારોનો મિજાજ હજુ જુનીં કોંગ્રેસની વિચારધારાવાળો છે એટલે અહીંયા કોંગ્રેસનો દબદબો છે. 2015ની ચૂંટણીમાં પણ મોદી મેજીક વચ્ચે મતદારોએ ચારમાંથી ત્રણ બેઠક કોંગ્રેસને આપી હતી. આ વિસ્તારને કોંગ્રેસનો ગઢ પણ માનવામાં આવે છે, ભાવનગરમાં ચિત્રા ફુલસર વોર્ડમાં કોંગ્રેસનો દબદબો છે.
વોર્ડના જાણીતા વિસ્તારો