ભાવનગર: શહેરમાં ઉત્તરાયણ (save birds in kite festival) આવતાની સાથે પક્ષીઓ પર મોત (Kite String Killing Birds) તોળાતું હોય છે, પણ ભાવનગરના હરિભાઈ શાહ પક્ષીઓ માટે દૂત સમાન છે. તેઓ વર્ષ દરમિયાન જ્યાં-ત્યાં લટકતીપતંગની દોરીઓ એકઠી કરીને પક્ષીઓ ભોગ (kite string dangerous for birds) બનતા અટકે તેવા પ્રયાસો છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. ભાવનગરના વૃદ્ધ હરિભાઈ શાહ છેલ્લા 10 વર્ષથી શહેરમાં પતંગની દોરીઓ એકઠી કરીને પક્ષીઓ માટે દૂત બન્યા છે.
હરિભાઈ શાહ છેલ્લા 10 વર્ષથી શહેરમાં પતંગની દોરીઓ એકઠી કરીને પક્ષીઓ માટે દૂત બન્યા. 10 વર્ષથી પક્ષીઓની સુરક્ષા માટે દોરી હટાવવાનું કામ કરી રહ્યા છે
વૃક્ષ પર, તાર પર કે રસ્તામાં પડેલા દોરીના ગૂંચળા વગેરે એક થેલીમાં અથવા બોક્સમાં ભરે છે. હરિભાઈ સાથે અન્ય 2 વ્યક્તિઓ પણ મદદમાં સાથે રહે છે. દર્શન ચૌહાણ નામનો સગીર યુવાન હરિભાઈ સાથે રહે છે અને વૃક્ષ કે ઊંચાઈ પર દોરી હોય તો દર્શન ઉપર ચડીને દોરીઓ કાઢી આવે છે. હરિભાઈએ છેલ્લા 10 વર્ષમાં 100 કિલો, 80 કિલો અને 50 કિલો તો ગત વર્ષે સૌથી ઓછી દોરી 30 કિલો એકઠી કરીને સળગાવી દીધી છે. હરિભાઈએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરી ખૂબ ખતરનાક આવે છે. તેનાથી પક્ષીઓ મોતને ભેટે છે. લોકોમાં જાગૃતિ આવી હોવાથી હવે દોરીઓ ઓછી લટકતી જોવા મળે છે, પરંતુ દર વર્ષે મોત 100થી વધુ થાય છે જે ચિંતાજનક છે.
હરિભાઈ સાથે અન્ય 2 વ્યક્તિઓ પણ મદદમાં સાથે રહે છે. આ પણ વાંચો:ધરમપુર ચોકડી નજીક બાઈક સવારની આગળ પતંગની દોરી આવતા બંન્ને હાથ ઇજાગ્રસ્ત
વિદેશી પક્ષીઓ અને કબૂતરો માટે ઘાતક બને છે પતંગની દોરી
ભાવનગર શહેરની ભૌગોલિક સ્થિતીના કારણે વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે અને શિયાળામાં આવતી ઉત્તરાયણ પક્ષીઓ માટે ઘાતક બની જાય છે. શહેરના ગંગાજળિયા તળાવ કે જ્યાં સૌથી મોટી વસાહત પેન્ટર્ડ સ્ટોક (ઢોક બગલા)ની છે. બચ્ચાઓ અને પેન્ટર્ડ સ્ટોર્ક (painted stork in bhavnagar) બંને પતંગની દોરીનો ભોગ બને છે અને મૃત્યુ (kite string death in gujarat) પણ પામે છે. આ સિવાય પણ દેશી પક્ષીઓ કબૂતર વધુ ભોગ (pigeons in kite festival) બને છે તેમજ અનેક નાના-મોટા પક્ષીઓ મોત (save birds in kite festival)ને ભેટે છે. પક્ષીઓ વૃક્ષમાં રહેલી દોરી પગમાં કે પાંખમાં ફસાઈ જવાથી ઊડી શકતા નથી અને ક્યારેક વૃક્ષ કે ઇલેક્ટ્રિક તારમાં ભરાઈ રહે છે. દર વર્ષે પક્ષી પ્રેમીઓ અને ફાયર આવા લટકતા પક્ષીઓને રેસ્ક્યુ કરીને બચાવે છે.
પક્ષીઓ વૃક્ષમાં રહેલી દોરી પગમાં કે પાંખમાં ફસાઈ જવાથી ઊડી શકતા નથી. આપણી દોરીથી કોઇનો જીવ જોખમમાં ન મૂકાય તેનું ધ્યાન રાખવું
ભાવનગર શહેરમાં પતંગની દોરી ઉત્તરાયણ અને બાદના દિવસોમાં જ્યાં-ત્યાં લટકતી દોરીઓ મનુષ્યના પણ જીવ લઈ ચુકી છે અને મૂંગા અબોલ પક્ષીઓના જીવ લઈ રહી છે. આપણે જ્યાં-ત્યાં લટકતી દોરીઓ ઉતારીને એક થેલીમાં ભરી લેવી જોઈએ અને ઘરે આવીને તેને સળગાવી દેવી જોઇએ, જેથી પક્ષીઓ અને લોકોની જિંદગી જોખમમાં ન મૂકાય.
તમારી પતંગની દોરી પક્ષીઓ અને લોકોની જિંદગીને જોખમમાં ન મૂકે તેનું ધ્યાન રાખવું. આ પણ વાંચો:પતંગની દોરી બની જીવલેણ, 8 વર્ષની બાળકીએ ગુમાવી પિતાની છત્રછાયા