ગુજરાત

gujarat

સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય? જુઓ વિશેષ અહેવાલ

By

Published : Sep 19, 2020, 3:35 PM IST

રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં બાળકો માટે કિચન ગાર્ડન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં બાળકો શાળાના પ્રાંગણમાં વિવિધ શાકભાજી, કઠોળનું વાવેતર કરશે, પરંતુ આ પ્રોજેક્ટનું અમલીકરણ હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.

સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય?
સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય?

ભાવનગર: બાળકોને ખેતીવાડી અને તેને લગતી પ્રક્રિયાઓ અંગેનું જ્ઞાન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભાવનગરની 55 શાળાઓમાં કિચન ગાર્ડનનો પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે.

સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય?

આ પ્રોજેક્ટ હેઠળ બાળકો જાતે જ શાકભાજી ઉગાડીને તેમાં રહેલા પોષકતત્વોનું મહત્વ સમજતા થાય તેવો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો છે.

સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય?

જે એક રીતે બાળકોના વિકાસ માટે ફાયદાકારક છે પરંતુ ખરેખર આ પ્રોજેક્ટનો અમલ કેટલી શાળાઓમાં થઇ શકશે તે એક સવાલ છે.

સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય?

મોટાભાગની શાળાઓ એવી છે જેમાં રમતગમત માટે પણ મેદાનોનો અભાવ છે, તેવામાં કિચન ગાર્ડન માટે પણ મહા મુસીબતે જમીન મળે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય?

ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવો વ્યર્થ છે કારણકે ત્યાંના બાળકો પહેલેથી જ આ કાર્યમાં પરોવાયેલા હોય છે. જ્યારે શહેરી વિસ્તારમાં અમલીકરણ માટે શાળાઓ પાસે જમીન નથી.

સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય?

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની 55માંથી 10 શાળાઓના બિલ્ડીંગમાં કાગળ પર આ પ્રોજેક્ટ માટે હસ્તાક્ષર થયા છે પરંતુ અધિકારીઓએ અમલીકરણ થશે કે કેમ તે જાણવા માટે સર્વે કે તેને લગતી કોઇપણ કાર્યવાહી કરાવવાની તસ્દી લીધી નથી.

સરકારના કિચન ગાર્ડન કૃષિ પ્રોજેક્ટનું શાળાઓમાં અમલીકરણ કેટલું શક્ય?

એક તરફ જ્યાં શાળાઓમાં મધ્યાહ્ન ભોજન માટે તો રાજ્ય સરકાર દ્વારા પહેલેથી જ અક્ષયપાત્ર જેવી કંપનીઓને કોન્ટ્રાકટને આપેલા છે, તેવામાં આ પ્રકારના પ્રોજેક્ટ કેટલા સાર્થક છે તેવા પણ પ્રશ્નો ઉભા થયા છે.

- ભાવનગરથી ચિરાગ ત્રિવેદીનો વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details