ગુજરાત

gujarat

ETV Bharat / city

વોલીબોલ વુમેન્સમાં કેરળે ગોલ્ડ મેળવ્યો, બીજા અને ત્રીજા નંબરે કોણ રહ્યું જૂઓ - કેરળ વોલીબોલ ટીમ કેપ્ટન જીની કે એસ

ભાવનગરમાં રમાયેલી ( National Games in Bhavnagar ) નેશનલ ગેમ્સ વોલીબોલ પ્રતિયોગિતામાં કેરળે ગોલ્ડ મેડલ ( Kerala wins gold in women volleyball ) મેળવ્યો છે. જ્યારે વેસ્ટ બંગાલને સિલ્વર અને રાજસ્થાનને બ્રોન્ઝ મળ્યો છે.

વોલીબોલ વુમેન્સમાં કેરળે ગોલ્ડ મેળવ્યો, બીજા અને ત્રીજા નંબરે કોણ રહ્યું જૂઓ
વોલીબોલ વુમેન્સમાં કેરળે ગોલ્ડ મેળવ્યો, બીજા અને ત્રીજા નંબરે કોણ રહ્યું જૂઓ

By

Published : Oct 12, 2022, 6:35 PM IST

ભાવનગર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ( National Games in Bhavnagar ) વોલીબોલ ફાઇનલ વુમેન્સની અંતિમ દિવસે મેચ રમાઈ હતી. કેરળ અને વેસ્ટ બંગાલ વચ્ચેની ફાઇનલમાં વેસ્ટ બંગાલ પહેલેથી પાછળ રહ્યું હતું. કેરળના કેપ્ટને જણાવ્યું કે ખેલાડીઓની મહેનત અને નેશનલ રમેલ ખેલાડીઓના કારણે જીત ( Kerala wins gold in women volleyball ) મેળવી છે.

ફાઇનલમાં વેસ્ટ બંગાલ પહેલેથી પાછળ રહ્યું હતું

ફાઇનલ મેચમાં રસાકસીભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નેશનલ ગેમ્સની વોલીબોલની વુમેન્સમાં વેસ્ટ બંગાલ અને કેરલા વચ્ચે ફાઇનલ મેચમાં રસાકસી જામી હતી. બીજા રાઉન્ડમાં ભારે રસાકસી બાદ અંતમાં ત્રીજા રાઉન્ડમાં કેરળ આગળ રહેતા તેને ચેમ્પિયન ( Kerala wins gold in women volleyball ) જાહેર કરવામાં આવી હતી. જો કે પાંચ રાઉન્ડ સરખામણી થાય ત્યારે રમવાના હોય છે.

બીજા રાઉન્ડમાં પાછળ રહ્યું વેસ્ટ બંગાલ ભાવનગર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નેશનલ ગેમ્સના અંતિમ દિવસે વોલીબોલમાં વુમેન્સ અને મેન્સ ફાઇનલ રમાઇ હતી. વુમેન્સમાં કેરળ અને વેસ્ટ બંગાલ અથડાયું હતું. વેસ્ટ બંગાલ પ્રથમ રાઉન્ડમાં પાછળ રહ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં વેસ્ટ બંગાલ 22 પોઇન્ટ અને કેરળ 25 પોઇન્ટથી આગળ રહ્યું હતું. ત્યાર બાદ બીજા રાઉન્ડની શરૂઆત થઈ હતી. વેસ્ટ બંગાલે ભારે ફાઈટ આપી હતી. 21 પોઇન્ટથી કેરળ અને વેસ્ટ બંગાલ આગળ પાછળ 1 પોઇન્ટમાં રહેતા જીત નિશ્ચિત થઈ ન હતી.પરંતુ કેરળ 35 પોઇન્ટ પર હતું અને બંગાલ 34 પર હતું ત્યારે એક પોઇન્ટ મેળવી 36 પર પહોંચતા 34-36 થી બીજો રાઉન્ડ કેરળે સર કર્યો હતો.

ત્રીજા રાઉન્ડમાં કેરળ સામે બંગાલ પડ્યું પાછુંવુમેન્સમાં કેરળેએ બીજા રાઉન્ડમાં જીત મેળવ્યા બાદ ત્રીજા રાઉન્ડમાં પ્રદર્શન સુધાર્યું હતું. શરૂઆતમાં ત્રીજા રાઉન્ડમાં રસાકસી રહી હતી.પરંતુ અંતમાં કેરળેએ 25 પોઇન્ટ કર્યા હતા અને વેસ્ટ બંગાલે 19 પોઇન્ટ કર્યા હતા. આમ કેરળેએ ત્રીજા રાઉન્ડમાં સતત જીત મેળવતા ચેમ્પિયન ( Kerala wins gold in women volleyball )જાહેર કરવામાં આવ્યું હતું.

કેરળ વોલીબોલ ટીમ કેપ્ટન જીની કે એસ ( Kerala Volleyball Team Captain Jeanie KS) એ જણાવ્યું હતું કે 'અમે ખૂબ મહેનત કરી હતી અને દરેક ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું હતું. બીજા રાઉન્ડમાં વેસ્ટ બંગાલે ફાઈટ આપી હતી.' જ્યારે કોચ અનિલ કુમારે જણાવ્યું હતું કે 'અમારી ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. અમે એક મહિનાથી પ્રેક્ટિસ કરતા હતાં. બીજા રાઉન્ડમાં વેસ્ટ બંગાલે ફાઈટ આપી હતી પણ અમારા કેટલાક ખેલાડીઓ ભારતમાં રમી આવેલા છે એટલે અમે જીત મેળવી હતી.' કેરળેએ ગોલ્ડ હાંસલ કર્યો તો વેસ્ટ બંગાલે સિલ્વર મેડલ અને રાજસ્થાને ગુજરાતને હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details