ગુજરાત

gujarat

ETV Bharat / city

સફાઈ માટે પ્રેરણા આપવા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ કરી સફાઈ અભિયાનની પહેલ - મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ

ગુજરાતમાં વેકેશન પૂર્ણ થવા જઈ રહ્યું છે અને સોમવારે 13 તારીખના રોજ શાળાઓ શરૂ થવાની છે. શાળાઓમાં સ્વચ્છતા રહે માટે(Keep the Schools Clean ) શાસનાધિકારી ખુદ શાળાઓમાં સાવરણો પકડી સાફ સફાઈ(School Trustees is inspiring Teachers ) કરીને અન્ય શિક્ષકોને પ્રેરણા આપી રહ્યા છે. શુ સફાઈના પૈસા મળે છે અને શું કહે છે શાસનાધિકારી અને શિક્ષકો જાણો.

સફાઈ માટે પ્રેરણા આપવા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ કરી સફાઈ અભિયાનની પહેલ
સફાઈ માટે પ્રેરણા આપવા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ કરી સફાઈ અભિયાનની પહેલ

By

Published : Jun 11, 2022, 7:04 PM IST

ભાવનગર:શહેરમાં પ્રાથમીક શિક્ષણ સમિતિની(Primary Education Committee) 55 શાળાઓ છે જેમાં 47 બિલ્ડીંગ આવેલા છે. 13 તારીખે સોમવારથી આ શાળાઓ શરૂ થઈ રહી છે. એક દિવસ બાકી છે ત્યારે વેકેશનના છેલ્લા દિવસોમાં કેટલાક શિક્ષકોએ જાતે શાળાઓ સાફ કરી છે તો કેટલીક શાળાઓને પ્રેરણા(School Trustees is inspiring Teachers) આપવા ખુદ શાસનાધિકારી શાળા જઈને સાવરણો(Keep the Schools Clean) પકડ્યો છે. શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે સ્વચ્છતા માટે વડાપ્રધાન અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઘણું કહી ચુક્યા છે. હું બે ચાર શાળાઓમાં જઈને ખુદ સફાઈ માટે પ્રેરણા(Inspiration for cleaning) આપીને આવ્યો છું. આપણે સ્વચ્છ હશે તો બાળકોમાં ખુદ એ પ્રેરણા આવશે.

શાળાઓમાં સ્વચ્છતા રહે માટે શાસનાધિકારી ખુદ શાળાઓમાં સાવરણો પકડી સાફ સફાઈ કરીને અન્ય શિક્ષકોને પ્રેરણા આપી રહ્યા છે.

આ પણ વાંચો:વડોદરામાં સરકારી શિક્ષણની સ્થિતિ : શાળાઓ શરુ થવા જઇ રહી છે પણ શિક્ષકો ક્યાં છે?

વિદ્યાના મંદિર માટે જવાબદાર શિક્ષકોના મતે સફાઈ -ભાવનગર શહેરમાં શાસનાધિકારી કેટલીક શાળાઓમાં જઈ આવ્યા અને સાવરણો પણ પકડ્યો છે ત્યારે અંગ્રેજી માધ્યમ બાદ શાળા નંબર 47માં ગયેલા શાસનાધિકારી બાદ શાળાના આચાર્ય ભગવતીબેન બાલધીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સફાઈની ચીજ વસ્તુના(State government cleaning thing) મહિને 1800 આપે છે જાયે 3500 મહાનગરપાલિકા(Bhavnagar Municipal Corporation) આપે છે પણ શાળામાં એક પણ કામવાળા કે પટ્ટાવાળાની જોગવાઈ નથી. વેકેશનના મહિનાના પૈસા આપવામાં આવતા નથી. બહારથી કામવાળા વેકેશનમાં પૈસાના અભાવે મળે નહીં માટે શિક્ષકોને બાળકોની માનસિકતા પર અસર(Effect on the Psyche of Children) પડે નહીં માટે સાફ સફાઈ કરવાની ફરજ પડે છે. અમે સાફ સફાઈ જાતે કરીને બાળકોને પ્રેરણા આપી રહ્યા છીએ.

ભાવનગર શહેરમાં શાસનાધિકારી કેટલીક શાળાઓમાં જઈ આવ્યા અને સાવરણો પણ પકડ્યો છે

આ પણ વાંચો:ધોરણ 1થી 3માં અંગ્રેજી તો ફરજિયાત કર્યું પણ શિક્ષકો ક્યાંથી લાવશે સરકાર...

મહાનગરપાલિકાની શાળાઓ તો સફાઈમાં શુ ધાંધીયા -મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ(Municipal Education Committee) અને જવાબદાર મહાનગરપાલિકા હોવા છતાં શાળામાં સફાઈના નામે હંમેશા બેદરકારી જોવા મળતી હોય છે. પદાધિકારીઓ શાળાઓમાં સારા કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે પરંતુ શાળાઓમાં જરૂરિયાતના મુદ્દાઓ પર ક્યારેક ડોકયું કરતા હોય છે ત્યારે મહાનગરપાલિકા પાસે સફાઈ કામદાર હોવા છતાં જે તે વોર્ડની સાફ સફાઈ થતી નથી તેમજ કેટલીક શાળાઓમાં કચરો લેવામાં પણ બેદરકારી જોવા મળી છે. શિક્ષકો સ્વયંભૂ સમજતા હોય તો મહાનગરપાલિકાને પણ થોડું સ્વચ્છતાનું જ્ઞાન મળે તો શાળાઓમાં કચરો કે ગંદકી જોવા મળશે નહીં.

ABOUT THE AUTHOR

...view details