ભાવનગર ભાવનગર શહેરમાં અનેક ગણપતિનું ઘરઘરમાં સ્થાપન ( Ganesh Utsav 2022 ) કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરના પૂર્વ નગરસેવિકાએ પોતાના ઘરમાં પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે ગણપતિનું સ્થાપન ( Jungle theme Ganpati Sthapna in Bhavnagar ) કર્યું છે.પર્યાવરણ બચાવવું કેટલું જરૂરી છે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પૂર્વ નગરસેવકે કર્યો છે. વર્ષોથી કોઈને કોઈ સામાજિક જાગૃતિ હેતુ દર વર્ષે ગણપતિ સ્થાપન કરતા આવ્યા છે. આ વર્ષે પર્યાવરણ મામલે નગરસેવકની ભક્તિ જાણીએ.
થીમ જંગલ ભાવનગરના મહાનગરપાલિકાના ઘોઘા સર્કલ વોર્ડમાં એક સમયે નગરસેવક રહી ચૂકેલા રાખીબેન મહેતા છેલ્લા 22 વર્ષથી પોતાના ઘરે ગણપતિ લાવી રહ્યા છે. આ વર્ષે તેેમણે ઘરમાં જંગલ થીમ બનાવી ગણપતિ બોલાવ્યાં છે. જંગલ બનાવવા પાછળ માત્ર હેતુ એક જ છે. વધતા જતા પ્રદૂષણમાં પ્રકૃતિને બચાવવા માટે માણસોએ જાગવું પડશે. રાખીબેને ગ્લોબલ વોર્મિંગ સામે લોકોમાં જાગૃતિ આવે એવો સંદેશ ( Environment Decoration theme )દેવાના હેતુથી ગણપતિ દાદાનું સ્થાપન જંગલ જેવો માહોલ કરીને તેની વચ્ચે કર્યું છે.
આ પણ વાંચો મુંબઈમાં ભક્તોની અનેરી ભક્તિ, સોના ચાંદીના દાગીના બપ્પાને આપ્યા દાનમાં