જસ્ટીસ વી.એમ. પંચોલીએ મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, સામાન્ય માણસ કોઈ વસ્તુ શેયર કરે અને ભૂલ કરે એ સમજાય છે. પરતું જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય હોવાથી કોઈપણ વસ્તુ જાહેરમાં શેર કરતા પહેલા ચકાસણી કરવાની જરૂરિયાત છે. જીજ્ઞેશથી વીડિયો શેર કરતા ભુલ થઈ એવું સોંગદનામું રજૂ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. જીજ્ઞેશ મેવાણી વતી વકીલ આનંદ યાજ્ઞિક અને ઉત્કર્ષ દવે દલીલ કરી કે, જીજ્ઞેશ દ્વારા શેર કારાયા બાદ ભૂલની જાણ થતા વિવાદાસ્પદ ટ્વીટ ડિલીટ કરી આ અંગે સ્પષ્ટતા પણ આપી હતી. 21મી સદીમાં ખરેખર બદનકક્ષી શું છે તેને સમજવાની જરૂર છે.
વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આગોતરા જામીન મેળવવા જીજ્ઞેશ મેવાણી દ્વારા શનિવારે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. જેમાં કોર્ટે તેમની ધરપકડ સામે બે દિવસનો સ્ટે આપી વધુ સુનવણી 22મી જુલાઈના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો હતો. વલસાડ શેસન્સ કોર્ટે વાઈરલ વીડિયો કેસમાં કસ્ટોડીયલ તપાસની જરૂર હોવાનું અવલોકન કરી મેવાણીની આગોતરા જામીન ફગાવી દીધી હતી.
વલસાડની RMVM શાળા દ્વારા પાછલા 4 વર્ષમાં પોતાની શાળાના વાઈરલ વીડિયો અંગે અનેકવાર અરજી કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી. પરતું જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ IPCની કલમ 502 મુજબ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મેવાણી વિરૂધની FIRને રદ કરવા અગાઉ હાઈકોર્ટમાં ક્વોશિંગ રિટ દાખલ કરાઈ હતી. જેમાં હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ. વોરાએ શાળા દ્વારા અગાઉની ફરિયાદમાં શું પગલા લીધા અને મેવાણી વિરૂદ્ધ ફરિયાદની વિગતો પોલીસ પાસેથી માંગી હતી.
તમને જણાવીએ કે, ગત 20 મેના રોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટર પર વીડિયો શેયર કર્યો હતો. જેમાં વાલસાડની શાળામાં બાળકને જે રીતે મારવામાં આવે છે તેની ક્રુરતાથી વ્યથિત PMOને ટેગ કર્યા હતા. જો કે, વીડિયો સિરિયાનો હોવાની જાણ થતાં જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ ડિલિટ કરી આ અંગેની સ્પષ્ટતા પણ કરી હતી. આ વાઈરલ વીડિયોને લીધે વલસાડની RMVM શાળાની પ્રિન્સિપાલ બીજલ પટેલે 13 જુનના રોજ મેવાણી વિરૂદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં બદનકક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.