ગુજરાત

gujarat

ETV Bharat / city

Inflation In Gujarat: કમરતોડ મોંઘવારી અને રોજગારીની તકો ન હોવાને કારણે ભાવનગરની મહિલાઓ નારાજ, ઠાલવ્યો આક્રોશ

મોંઘવારીના કારણે ભાવનગરની મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ મોંઘવારી (Inflation In Gujarat) અને બીજી તરફ ઘટતી આવકના કારણે ભાજપની સાયલન્ટ વોટર ગણાતી મહિલાઓ નારાજ છે. ભાવનગરની મહિલાઓએ રોજગારીની તકો ન હોવાને લઇને પણ આક્રોશ ઠાલવ્યો છે.

કમરતોડ મોંઘવારી અને રોજગારીની તકો ન હોવાને કારણે ભાવનગરની મહિલાઓ નારાજ
કમરતોડ મોંઘવારી અને રોજગારીની તકો ન હોવાને કારણે ભાવનગરની મહિલાઓ નારાજ

By

Published : Apr 6, 2022, 8:27 PM IST

ભાવનગર:ભાવનગર શહેરમાં મોંઘવારી (Inflation In Gujarat)એ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price Hike) 100ને પાર છે. કરિયાણું લાવવામાં વિચાર કરવો પડે તેવી સ્થિતિનું સર્જાઈ છે. રોજનું રળીને પેટ ભરનારા અને ફિક્સ પગારમાં જીવનારા મધ્યમ વર્ગના ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. આવામાં 'ભાજપની સાયલન્ટ વોટર' (Silent water of BJP) કહેવાતી ભાવનગરની મહિલાઓ પણ મોંઘવારીથી ત્રસ્ત છે.

ભાવનગરની મહિલાઓ પણ મોંઘવારીથી ત્રસ્ત.

રોજગારીની તકો નહીં- આવકની સામે જાવકનું પ્રમાણ વધી ગયું છે જેના કારણે ઘર ચલાવવામાં ગરીબ અને મધ્યમ વર્ગ (Poor and middle class In Gujarat)ના લોકોને મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ કામ કરવું છે પણ રોજગારીની તકો (Employment opportunities In Gujarat) નહીં હોવાથી ગૃહિણીઓ નારાજ છે. રીંગણ-બટાકાથી લઈને તેલના ડબ્બા સુધીના ભાવ (edible oil price in gujarat) વધી ગયા હોવાથી કરિયાણુ પરવડે તેમ નથી તેવું મહિલાઓ જણાવી રહી છે.

આ પણ વાંચો:Congress Protest for inflation: કોંગ્રેસે બાળેલા પૂતળા પર પોલીસ પૂતળું શોધવા કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી, કોંગ્રેસ નોંધાવશે પોલીસ સામે ફરિયાદ

બચતના નામે શૂન્ય-ઘરમાં 2 વ્યક્તિઓ કમાતા હોવા છતાં બચત (Savings In Gujarat)ના નામે શૂન્ય થઈ ગયું છે. ગૃહિણીઓ પેટ્રોલ-ડીઝલ સાથે ગેસમાં વધેલા ભાવથી નારાજ છે. એટલું નહીં, મહિલાઓએ કરિયાણુ, ગેસ અને શાળાઓની ફીને પગલે રોષ વ્યક્ત કર્યો છે. એક સમયે રાજકારણ સાથે સંકળાયેલા અને પૂર્વ મેયર રહેલા મહિલાને પણ મોંઘવારીને લઇને મહિલાઓની રજૂઆત આવી રહી છે.

છેલ્લા એક વર્ષમાં રસોડાની અનેક ચીજોના ભાવ વધ્યા છે.

છેલ્લા એક વર્ષમાં કઈ વસ્તુના કેટલા ભાવ વધ્યા- ભાવનગર શહેરમાં મધ્યમ વર્ગ સૌથી વધુ પિસાઈ રહ્યો છે. રોજનું રળીને રોજનું પેટ ભરનારા લોકોને પણ ચીજોના વધેલા ભાવ દઝાડી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં રસોડાની અનેક ચીજોના ભાવ વધ્યા છે જેના કારણે 2 ટંકનું ભોજન લેવું પણ ગરીબ લોકો માટે મુશ્કેલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો:Opposition of Congress in Patan: પાટણમાં કોંગ્રેસના મોંઘવારી સામેના દેખાવોમાં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ

વસ્તુ જૂનો ભાવ (2021) નવો ભાવ (2022)
સીંગતેલ 2,000 રૂપિયા 2800 રૂપિયા
દિવેલ 2000 રૂપિયા 2500 રૂપિયા
ઘઉં (20 કિલો) 2500 રૂપિયા 3000 રૂપિયા
બાજરો (20 કિલો) 2200 રૂપિયા 2800 રૂપિયા
હળદર (કિલો) 150 રૂપિયા 200 રૂપિયા
મરચું (કિલો) 200 રૂપિયા 300 રૂપિયા
જીરું (કિલો) 180 રૂપિયા 270 રૂપિયા
ધાણા (કિલો) 150 રૂપિયા 200 રૂપિયા
ચોખા (કિલો) 50 રૂપિયા 70 રૂપિયા
દૂધ (લીટર) 58 રૂપિયા 60 રૂપિયા
છાશ (લીટર) 26 રૂપિયા 30 રૂપિયા
સાબુ (ન્હાવાના) બાંધાના 100 રૂપિયા 150 રૂપિયા
પાવડર કપડાં ધોવાનો 40 રૂપિયા 50 રૂપિયા

50થી 100 ટકા સુધીનો ભાવ વધારો થયો- આમ લિસ્ટ જોવા જઈએ તો દરેકમાં ભાવ વધારો 50 ટકાથી લઈને 100 ટકા સુધી થયો છે, પરંતુ લોકોની આવકમાં વધારો 50 ટકા કે 100 ટકા પણ નહીં થતા ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ ચીજ લેવા જાવ એટલે ભાવમાં વધારો જોવા મળે છે. વિશ્લેષકોના મતે પરિવહન સસ્તુ ન હોવાના કારણે 70થી 80 ટકા ચીજોમાં ભાવ વધે છે.

ABOUT THE AUTHOR

...view details