ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસનો તહેવારો પહેલા લોકોને થશે ઉપયોગી - Privilege of sea voyage

હજીરા અને ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોયેજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ શરૂ કરાશે. આ સુવિધાની પુનઃશરૂઆત સાથે હવે પ્રવાસીઓ દિવસમાં બે વખત હજીરા, ઘોઘા અને ઘોઘા હજીરા વચ્ચે પ્રવાસ કરવાનો વિકલ્પ પ્રાપ્ત કરશે.Pax Ferry Services, Solar Powered Line Pax Ferry, India First Solar Powered Line Pax Ferry

ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસનો તહેવારો પહેલા લોકોને થશે ઉપયોગી
ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસનો તહેવારો પહેલા લોકોને થશે ઉપયોગી

By

Published : Sep 8, 2022, 7:45 PM IST

ભાવનગરશહેરના ઘોઘા ગામે આવેલા સમુદ્ર તટેથી દક્ષિણ ગુજરાતના સુરત સ્થિત બંદરગાહ હજીરાને જોડતી ફેરી સેવા શરૂ થઈ હતી. આ સેવા ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ (Ghogha Hazira Ro Pax Sea Transport Service) વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરવામાં આવી હતી. પ્રથમ ઘોઘાથી દહેજને જોડતી સેવાશરૂ થઈ હતી. ત્યારબાદ ઘોઘાથી સુરતના હજીરાને જોડતી સેવા અમુક સમય માંટે સ્થગિત કરવામાં આવી હતી. આ સમુદ્રીની પરિવહન (Sea transport service) સેવા લોકપ્રિયતાના ચરમ શિખરો સર કરી ચૂકી છે, ત્યારે આ સેવાની સુવિધામાં વધારો કરી ફરી શરૂ કરવામાં આવી છે.

100 કિલો વોટ વીજળી ઉત્પાદન કરતા નવા શિપ વૉયેજ એક્સપ્રેસ સેવા નો ઘોઘાથી પ્રારંભ.

સમુદ્રી સફરનો લહાવો ભાવનગરથી દક્ષિણ ગુજરાતના સુરત શહેરનું અંતર સમુદ્રી માર્ગે માત્ર 45 કિલોમીટરનું જ છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દરિયાઈ માર્ગે સુરત મુંબઈ જેવા શહેરો સુધી પહોંચવાનો અને સમુદ્રી સફરનો લહાવો (Privilege of sea voyage) લેવાનું દરેક વ્યક્તિનું સ્વપ્નું હોય છે. લોકોના આ સ્વપ્નને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલાં સાકાર કર્યું હતું. ભાવનગરની ખાડીમાં તટે (Ghogha village in the bay of Bhavnagar) વસેલા ઘોઘા ગામે દરિયામાં દોઢ કિલોમીટર દૂર તરતું પ્લેટફોર્મ બનાવ્યું છે. આ પ્લેટફોર્મ હેવી વેસલ દ્વારા સુરતના હજીરા સુધી ફેરી સેવા શરૂ કરવામાં આવી છે.

60 જેટલા ટ્રક, 600 થી વધુ પેસેન્જર,50 થી વધુ બાઇક સહિત ની આરામદાયક મુસાફરી જેમાં હવે સ્લીપર કલાસ સેવાનો પણ ઉમેરો

સમુદ્રી પરિવહન સેવા આ રો પેક્સ સેવા શરૂ થતાની સાથે જ લોકો જીજ્ઞાસા વશ સેવા પ્રત્યે આકર્ષિત થયા અને ક્રમશઃ લોકોનો ઘસારો વધ્યો છે. એક સમયે દિવસમાં માત્ર એક જ વખત ચાલતી આ સમુદ્રી પરિવહન સેવાનો અનુભવ કરવા તથા સુરત પહોંચવા રીતસર હોડ જામી અને પ્રવાસીઓ સાથે માલ સામાન સાથેના હેવી લોડેડ વાહનો માટે વેઇટિંગ શરૂ થયું છે, પરંતુ સમય સમયાંતરે યેનકેન પ્રકારે આ સેવા નિયમિત ધોરણે શરૂ રહેવાને બદલે ક્ષતિ સાથે શરૂ રહી અને છેલ્લે દોઢ માસ બંધ રહી હતી.

શિપ વોએઝ એક્સપ્રેસ આ બાદ તાજેતરમાં જાપાન પાસેથી ખરીદી કરવામાં આવેલા અદ્યતન શિપ વોએઝ એક્સપ્રેસ નામનું શિપ સરકારે ખરીદી મુંબઈ ડોક યાર્ડમાં લાવી લાંબા સમય સુધી આ શિપને રિનોવેટ કરી ઘોઘા હજીરા સેવા માટે સમાવવામાં આવ્યું હતું. તાજેતરમાં આ નવા શિપની સફળતાપૂર્વક ટ્રાયલ લેવામાં આવ્યું છે. આજથી વૈભવી શીપ મુસાફરો સાથે માલ સામાન પરિવહન માટે વિધિવત શરૂ કરવામાં આવ્યું છે.

આ સેવા આજથી શરૂ થઈ રહી છે.આ નવું જહાજ ઝડપી હોય માત્ર 3 કલાક માં ઘોઘા થી હજીરા અવરજવર કરશે.

પુનઃ સેવા માટે તૈયારઅગાઉ ચાલતું વોએઝ સિમ્ફની શિપ પણ સમારકામ બાદ પુનઃ સેવા માટે તૈયાર છે. નવું શિપ વોએઝ એક્સપ્રેસ ઘોઘાથી હજીરા માત્ર સાડાત્રણ કલાકમાં પહોંચાડશે વોએઝ સિમ્ફની તુલનાએ કલાસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે શિપમાં ખાણીપીણી ગેમ ઝોન, મૂવી ઝોન સહિત સેલ્ફી ઝોન પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર ધરાવે છે. હાલ દરેક વર્ગના લોકો મુસાફરી કરી શકે તેવા દર રાખવામાં આવ્યા છે.

એક જ દિવસમાં મુસાફરી કરી શકશેઆ ઉપરાંત લોડેડ વાહનો પણ મોટી સંખ્યામાં પાર્ક થઈ શકે છે. વોએઝ સિમ્ફની તુલનાએ બમણા મુસાફરો પરીવહનની ક્ષમતા આ શિપમા છે. આગામી દિવસોમાં દિવાળી જેવા પર્વો નજીક આવી રહ્યા છે. સુરત મુંબઈ જેવા મહાનગરોથી માદરે વતન સુરત આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોય છે. આથી આ સમયે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે તથા હવે ચાર ટ્રીપ શરૂ થતાં ભાવનગર કે સૌરાષ્ટ્રના શહેર, ગામડાનો માણસ એક જ દિવસમાં સુરતનું કામ પૂર્ણ કરી રાત્રે પરત પોતાના શહેર કે ગામ આરામથી પહોંચી શકશે.

કિંમતી ઈંધણની બચતઆ શિપની એક વિશેષતા એ પણ છે કે શિપ માટે જરૂરી વિજળીનો મોટો હિસ્સો શિપ પર લગાવેલા સોલાર પેનલ થકી મળી રહેશે આથી ડીઝલ જેવા કિંમતી ઈંધણની બચત થવા સાથે પ્રદૂષણ પણ ઓછું થશે. આ લોકપ્રિય ફેરી સેવાને વધુ સુવિધાસભર તથા વધુ કનેક્ટિવિટી માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. એ માટે સેવા વધારવાના પ્રયત્નો પણ શરૂ હોવાનું તંત્ર તથા સેવાનું સંચાલન કરતી કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે.

વોએઝ એક્સપ્રેસ શિપમાં મુખ્ય આકર્ષણોઉલ્લેખનીય છે કે વોએઝ એક્સપ્રેસ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડથી સજ્જ ફેરી સર્વિસ 3 કેફેટેરિયા, ગેમ ઝોન અને દરિયાઇ સુંદરતાનો અનુભવ માટે ટોપ ડેક જેવી સુવિધાઓ ધરાવે છે. તેમાં 180 એક્ઝિક્યુટિવ, 115 બિઝનેસ, 80 સ્લીપર, 22 VIP લાઉન્જ, 11 કોબીન, સાથે સાથે 70 કાર, 50 બાઇક, 25 આઇશર અને 55 ટ્રકના પરિવહન જંગી ક્ષમતા છે. બીજી તરફ વોએજ સિમ્ફની 316 એક્ઝિક્યુટિવ, 78 બિઝનેસ, 14 VIP લાઉન્જ, 85 કાર, 50 બાઇક, 30 ટ્રકના પરિવહનની ક્ષમતા ધરાવે છે. અન્ય પ્રાંતમાંથી હજીરાથી ઘોઘા રો પેકસ શીપમાં આવતા VIP તથા VVIP મુસાફરો માટે સ્લીપર લોન્જ પણ ઉપલબ્ધ છે. સાડા ત્રણ કલાક મુસાફરો આરામ દાયક સફર સાથે ઘોઘા પહોંચી શકશે. આ કલાસની ડિમાન્ડ લાંબા સમયથી સાધન સંપન્ન મુસાફરોની હતી. જે આ શિપમાં સંતોષવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details