ગુજરાત

gujarat

ETV Bharat / city

શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદથી પાણી આવક વધી, સપાટી 32 ફૂટ 10 ઈંચે પહોચી - ભાવનગર

ભારે વરસાદની આગાહી પ્રમાણે ઉપરવાસમાં પડી રહેલ વરસાદના પગલે પાલીતાણા સ્થિત શેત્રુંજી ડેમની સપાટીમાં સતત વધારો નોંધાયો છે. ડેમની હાલની સપાટી ૩૨ ફૂટ 10 ઈંચ ફૂટ પર પહોચતા 90 ટકા ભરાઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા 17 જેટલા ડેમના હેઠવાસના ગામોને એલર્ટ જાહેર કરાયાં છે..

શેત્રુંજી ડેમમાં ઉપવાસમાં વરસાદથી પાણી આવક વધી, સપાટી 32 ફૂટ 10 ઈંચે પહોચી
શેત્રુંજી ડેમમાં ઉપવાસમાં વરસાદથી પાણી આવક વધી, સપાટી 32 ફૂટ 10 ઈંચે પહોચી

By

Published : Sep 8, 2021, 6:15 PM IST

Updated : Sep 8, 2021, 8:22 PM IST

  • શેત્રુંજી ડેમમાં ઉપરવાસના સારા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક શરૂ
  • ડેમની હાલની સપાટી 32 ફૂટ 10 ઈંચ સપાટીએ પહોંચી
  • શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતાં સિંચાઈ વિભાગ દ્વારા 17 ગામોને કરાયા એલર્ટ

    ભાવનગર : જિલ્લાના જીવાદોરી સમાન એવા પાલીતાણા સ્થિત શેત્રુંજી ડેમ હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી અનુસાર ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. શેત્રુંજી ડેમની ઓવરફલો સપાટી 34 ફૂટ હોઇ તેમજ ઉપરવાસમાં પડી રહેલ વરસાદના પગલે 4181 કયુસેક પાણી આવક થતાં ડેમમાં પાણીની હાલની સપાટી 32.10 ફૂટ પર પહોચી ગઈ છે. શેત્રુંજી ડેમ હાલ 90 ટકા ભરાઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા 17 જેટલા ડેમ નીચે આવતા ગામોને એલર્ટ જાહેર કરાયાં હતાં.

શેત્રુંજી ડેમ છલોછલ ભરાવાની આશા

ચોમાસાની સીઝન પહેલા તૌકતે વાવાઝોડા દરમ્યાન તેમજ સિઝનના પહેલો સારો વરસાદ વરસતા શેત્રુંજી ડેમમાં સારી એવી પાણી આવક જોવા મળી હતી. હજુ પણ આગામી દિવસોમાં સારા વરસાદના અણસાર દેખાતા શેત્રુંજી ડેમ પાણીથી છલોછલ ભરાઈ જવાની આશાઓ વ્યક્ત કરવમાં આવી રહી છે.

17 જેટલા ડેમના હેઠવાસના ગામોને એલર્ટ જાહેર કરાયાં
આ ગામોમાં એલર્ટ અપાયું

ડેમની સપાટી વધતાં હેઠવાસના જે ગામોમાં એલર્ટ અપાયું છે તેમાં પાલીતાણા તાલુકાના 5 ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરાયાં છે. તળાજા તાલુકાના 12 ગામો ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામને એલર્ટ કરાયાં છે.

આ પણ વાંચોઃ ભાવનગરના શેત્રુંજી ડેમ માંથી 1100 હેકટર માટે પિયત નું પાણી છોડાયું

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટી 8.5 ફૂટ વધી

Last Updated : Sep 8, 2021, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details