ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં Medicine, seeds and fertilizerના ભાવમાં વધારો, Foreign seedsનો દબદબો - Gujarat News

ભાવનગર જિલ્લામાં કપાસ, મગફળી અને ડુંગળીનું તો પીઠું કહેવામાં આવે છે, ત્યારે દવા, બિયારણ (seeds) અને ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતોને દઝાડી રહ્યો છે. સરકાર તરફથી રાહતો એવી નથી કે, ખેડૂતને તકલીફ થાય નહીં પણ હાલમાં વિદેશી બિયારણો (seeds) દબદબો જમાવીને બેઠા છે. તો દવામાં 15 ટકાનો વધારો અને ખાતરમાં પણ તેવી હાલત છે. ખેડૂત આગેવાન અને વેપારીએ પોતાનો મત રજૂ કર્યો છે.

Increase in fertilizer prices
Increase in fertilizer prices

By

Published : Jun 22, 2021, 11:05 PM IST

  • ભાવનગરમાં દવા, બિયારણ અને ખાતરને લઈ ખેડૂત આગેવાનનો આક્રોશ
  • ડુંગળી મુખ્ય પાકના ભાવ ડબલ નજીક પહોંચ્યા
  • વેપારીઓએ ગત વર્ષના ડુંગળીના ભાવ સારા મળતા બિયારણના ભાવ વધ્યાંનું જણાવ્યું
  • દેશમાં ખેત પેદાશોમાં કોઈ સંશોધન નહિ, જેથી વિદેશી કમ્પનીઓ માલામાલ

ભાવનગર : જિલ્લામાં મુખ્ય પાક ડુંગળી છે, પરંતુ હાલ કોરોના મહામારીમાં ખેડૂતોની દશા માઠી બેઠી છે. દવા (Medicine), ખાતર (fertilizer) અને બિયારણો (seeds)માં વધેલા ભાવો આગામી દિવસોમાં ધાન્ય ચીજોમાં વધારો જરૂર લાવશે પણ હાલ વધેલા ભાવોથી ખેડૂતોના ખીસ્સા પર કેવું ભારણ આવ્યું છે, તેના વિશે વિગતે જાણીએ.

ભાવનગરમાં Medicine, seeds and fertilizerના ભાવમાં વધારો

આ પણ વાંચો : petrol and diesel price effect: ઢસામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની ટ્રાન્સપોર્ટના ધંધા પર જોવા મળી અસર

જગતના તાતને કોરોનામાં કેવી હાલત અને શું કહે છે આગેવાનો ?

જિલ્લામાં સાડા ચાર લાખ હેક્ટરમાં વાવેતર થાય છે, તેમાં અઢી લાખમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે 1 લાખમાં મગફળીને, બાદમાં ડુંગળીનું આશરે 50 હજાર આસપાસ વાવેતર કરવામાં આવે છે. ખેડૂત આગેવાનોએ ચાલુ વર્ષે DAP ખાતર (fertilizer)માં વધેલા ભાવ મારી નાખે તેવા છે. જોકે સરકારે કંપનીઓને સબસીડી આપી વચલો રસ્તો કાઢ્યો છે પણ તે નિરાકરણ નથી. કૃષિ ક્ષેત્રે બિયારણો (seeds)નું સંશોધન થયું નથી તેમ ખેડૂત આગેવાન વિરજી જસાણીએ જણાવ્યું છે.

ભાવનગરમાં Medicine, seeds and fertilizerના ભાવમાં વધારો

આ પણ વાંચો :પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન

કયા પાકના બિયારણો (seeds)માં વધુ ભાવ

જિલ્લાનો મુખ્ય પાક આમ તો ડુંગળી છે પણ તેના કરતાં વધુ કપાસનું વાવેતર થાય છે. કપાસના બિયારણો (seeds)માં 67 રૂપિયાનો 450 ગ્રામના પેકેટમાં વધારો છે. જ્યારે મગફળીના ભાવમાં પણ વધારો 200 રૂપિયા આસપાસ છે. જ્યાં મગફળીના દાણાના 2200 હતા તેના 2400 આસપાઆ કિંમત રહેવા પામી હતી. ગત વર્ષે ચોમાસામા ડુંગળીના બિયારણ (seeds) ફેલ જવાથી ત્રણ વખત વાવેતર થયું અને અંતે ભાવ સારા મળ્યા હતા. તો આ વર્ષે 1000થી 2000 વચ્ચેના ડુંગળીના બિયારણ (seeds)માં સિધા 2600 ઉપર ભાવ પહોંચી ગયા છે, તેમ બિયારણ (seeds)ના વેપારી અનિલ પટેલે જણાવ્યું છે. જોકે કેટલાક ખેડૂતો વાવેતર કરશે કે કેમ અને કર્યા બાદ પણ ખેડૂતોને આગામી દિવસોમાં ડુંગળી બે પૈસા અપાવશે પણ પ્રજાને કસ્તુરી મોંઘી મળશે અને ગરીબોના આંસુ નહિ લૂછી શકે તે નિશ્ચિત છે.

Foreign seedsનો દબદબો

ABOUT THE AUTHOR

...view details