ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરીનું લોકાર્પણ, દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર - Ghogha-Hazira Ropex Ferry

ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘોઘા ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રધાન વિભાવરીબેન દવે, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંતર ઘટશે, વિકાસ વધશેના સૂત્ર સાથે ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યું હતું.

Ghogha-Hazira Ropex Ferry
Ghogha-Hazira Ropex Ferry

By

Published : Nov 8, 2020, 7:12 PM IST

  • ઘોઘા ખાતે રોપેક્ષ ફેરીના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
  • અંતર ઘટશે વિકાસ વધશે : વડાપ્રધાન
  • જુસ્સામાં વધારો થયો અને બમણા વેગથી કામ કરીશું : સ્થાનિકો

ભાવનગર : ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજીરાની સાથે ઘોઘા ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રધાન વિભાવરીબેન દવે, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંતર ઘટશે વિકાસ વધશેના સૂત્ર સાથે ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ વડાપ્રધાને કર્યું હતું.

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરીનું લોકાર્પણ

રો રોપેક્ષ ફેરી સર્વિસના પ્રારંભથી ધોરી માર્ગ પર 370 કિમીનું અંતર જળમાર્ગ પર માત્ર 90 કિમી થઈ જશે

રવિવારે ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન દ્વારા ઘોઘાના લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. આ રો રોપેક્ષ ફેરી સર્વિસના પ્રારંભથી ધોરી માર્ગ પર 370 કિમીનું અંતર જળમાર્ગ પર માત્ર 90 કિમી થઈ જશે અને રોજની 3 ટ્રીપ થશે. જેમાં એક ટ્રીપમાં 500 પ્રવાસીઓ, 30 ટ્રક અને 100 કારની હેરફેર કરી શકાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી આ કડી જેમાં સુરત જતા આવતા લોકો મારે આ ફેરી ખૂબ મહત્વની સાબિત થશે. ત્યારે આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા ફેરીનું મહત્વ અને તેના ફાયદા જણાવ્યા હતા.

જુસ્સામાં વધારો થયો અને બમણા વેગથી કામ કરીશું : સ્થાનિકો

ઘોઘાના લોકો સાથે વડાપ્રધાને વાત કરી

રો રોપેક્ષ ફેરીને કારણે ભાવનગરથી સુરતના વ્યાપારને વેગ મળશે. જે અંગેના કેવા ફાયદા અને વ્યાપારને વેગ મળશે. આ અંગે ઘોઘાના લોકો સાથે વડાપ્રધાને વાત કરી હતી. વડાપ્રધાન સાથેની વાત બાદ જુસ્સામાં વધારો અને વેપારમાં બમણી તાકાતથી ઝંપલાવીશું તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસનું લોકાર્પણ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું

ભાવનગર : રો-રો ફેરી સર્વિસના પ્રારંભથી આજદિન સુધીનો સંપૂર્ણ હિસાબ, જૂઓ વિશેષ અહેવાલ...

ભાવનગરની રો-રો ફેરી સર્વિસ વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ અંતે કેન્દ્ર સરકારે હસ્તગત કરવો પડ્યો છે. શું છે રો રો ફેરી સર્વિસ પાછળનું રાજકારણ? શા માટે કેન્દ્રને હાથમાં લેવો પડ્યો પ્રોજેકટ? રો-રો ફેરી શા માટે? રો રો ફેરીથી ભાવનગરની કઇ રીતે થશે કાયાપલટ? સંપૂર્ણ રો રો ફેરી સર્વિસના પ્રારંભથી આજદિન સુધીનો હિસાબ જુઓ આ વિશેષ અહેવાલમાં...

હજીરા-ભાવનગર ઘોઘા રો-રો ફેરી શરૂ થશે, દહેજ-ઘોઘા રો-રો ફેરી પર પ્રશ્નાર્થ!

હજીરાથી ભાવનગરના ઘોઘા સુધી રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. જો કે, દહેજથી ઘોઘા સુધી ચાલતી રો-રો ફેરી સર્વિસ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. દહેજ બંદરે ડ્રેજિંગની સમસ્યાના કારણે પાણીની ડેપ્થ ન મળતા જહાજ ચાલી શકે એમ ન હોવાને કારણે છેલ્લા 11 મહિનાથી રો રો ફેરી સર્વિસ બંધ છે, ત્યારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાલના સમયમાં શરૂ થાય એવી કોઈ શક્યતા જણાઇ રહી નથી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર, ઘોઘા અને હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસ થશે શરૂ

સુરતના હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું ઉદ્ધાટન દિવાળી પહેલા કરવામાં આવશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આ મોટી ભેટ માનવામાં આવી રહી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે. જેને લઈને આ ફેરી શરૂ કરવામાં આવી રહી છે.

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રો-રો ફેરી સર્વિસમાં 29 કર્મચારીને છૂટા કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના 29 કર્મચારીઓને 18 મેના રોજ છૂટા કરી દેવામાં આવ્યાં હતા.

ગુજરાતની શાન ગણાતી રો-રો ફેરી સર્વિસનું બાળ મરણ થાય એવી શક્યતા

ભરૂચ/સુરત/ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં જે રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું, ફેરી હવે બંધ થવાના આરે છે. છેલ્લા કેટલાક સમયથી સતત થઈ રહેલા નુકસાનના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. આ ફેરી બંધ થવાના જે કારણો જવાબદાર છે. તે અંગે જુઓ અમારો આ વિશેષ અહેવાલ...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર, ઘોઘા અને હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસ થશે શરૂ

સુરતના હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું ઉદ્ધાટન દિવાળી પહેલા કરવામાં આવશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આ મોટી ભેટ માનવામાં આવી રહી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે. જેને લઈને આ ફેરી શરૂ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details