- બીજી લહેરમાં ભાવનગરમાં નથી કરાયું સેનેટાઇઝરનું સેનેટાઇઝરનું ચેકિંગ
- પહેલી લહેરમાં થયું હતું સેનેટાઇઝરનું ચેકિંગ
- એક પણ નમૂનો થયો ન હતો ફેઇલ
ભાવનગર: શહેરમાં પ્રથમ કોરોનાની લહેર આવતા માસ્ક સાથે સેનિટાઇઝર ખૂબ મહત્વનું બની ગયું હતું. સેનિટાઇઝરની ઉભી થયેલી અછતને પગલે શહેરમાં સેનિટાઇઝર મળવા મુશ્કેલ બન્યા હતા. ડુપ્લીકેટ સેનિટાઇઝરની શક્યતાઓ વધી ગઈ હતી. ત્યારે ભાવનગરમાં ડ્રગ વિભાગે આશરે 10 સ્થળો પર નમૂના લેવાય પણ કશું પકડાયું ન હતું. ડ્રગ ઇન્સ્પેકટર જી.એમ. ઠુમ્મર સાથે વાતચીત કરતા તેમને જણાવ્યુ હતું કે 10 થી 12 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ ફેઈલ ગયું નથી એટલે ભાવનગરમાં કોઈ ડુપ્લીકેટ સેનીટાઇઝર મળ્યું ન હતું
મેડિકલ સ્ટોરમાં હોય શકે છે ડુપ્લીકેટ દવા, સેનિટાઇઝર ?