- નિષ્કલંક મહાદેવ મંદિરમાં આ વખતે દર્શનાર્થીઓ નહીં કરે સમુદ્ર સ્નાન
- નિષ્કલંક મહાદેવ મંદિરમાં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે થાય છે સમુદ્ર સ્નાન
- આ વખતે કોરોનાના કારણે સમુદ્ર સ્નાન પર પ્રતિબંધ લગાવવા ગ્રામ પંચાયતની માગ
- આ મંદિરમાં દર વર્ષે સમુદ્ર સ્નાન માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ ઉમટે છે
ભાવનગરઃ કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતા છેલ્લા 3થી 4 દિવસના ભાવનગરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 250ને પાર થઈ છે. ગ્રામ્ય કક્ષાએ પણ ગ્રામ પંચાયતો સ્વૈચ્છિક લૉકડાઉન કરી રહી છે. દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે કોળિયાક દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો સમુદ્ર સ્નાન કરવા આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે દર્શનાર્થીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ ગ્રામ પંચાયતે મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મંદિરના દર્શન બંધ રાખવા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને માગ કરી છે.
આ મંદિરમાં દર વર્ષે સમુદ્ર સ્નાન માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ ઉમટે છે આ પણ વાંચોઃજિલ્લા કલેક્ટરે ભવનાથ અને અન્ય પર્યટન સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો
કોરોનાને અટકાવવા ગ્રામ પંચાયતોએ સ્વૈચ્છિક લૉકડાઉન કર્યું છે
કોરોના સંક્રમણ ગ્રામ્ય કક્ષાએ પણ વધતા ગ્રામ પંચાયતો દ્વારા સંક્રમણને રોકવા સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે આગામી ચૈત્રી પૂનમ પર કોળિયાક દરિયા કિનારે બિરાજમાન નિષ્કલંક મહાદેવ મંદિરે સમુદ્ર સ્નાન નહીં થાય. આ વખતે સમુદ્ર સ્નાન માટે આવતા દર્શનાર્થીઓ પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
નિષ્કલંક મહાદેવ મંદિરમાં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે થાય છે સમુદ્ર સ્નાન આ પણ વાંચોઃલુણાવાડામાં કોરોના કેસ વધતાં મુખ્ય બજાર બંધ કરાયું નિષ્કલંક મહાદેવ મંદિરમાં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે થાય છે સમુદ્ર સ્નાન હજારોની ભીડ ઉમટવાથી કોરોના ફેલાવાની શક્યતા વધી જાય છે
ભાવનગર જિલ્લાના કોળિયાક ગામમાં સમુદ્ર વચ્ચે બિરાજમાન નિષ્કલંક મહાદેવ મંદિરે દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે સમુદ્ર સ્નાન માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ ઉમટતી હોય છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી હોય તેવા સમયે હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થવાથી વધુ સંક્રમણ ફેલાવવાની ભીતિને લઈને કોળિયાક ગ્રામપંચાયત દ્વારા 27 એપ્રિલે નિષ્કલંક મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓનાં પ્રતિબંધ માટે માગ કરી છે.