ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા - વરસાદ

ભાવનગરના મહુવામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો. આથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરના તળાજા અને મહુવાના ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરી વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ સાંજે 5 વાગ્યાથી શરૂ થયો હતો.

ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા
ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા

By

Published : Dec 11, 2020, 1:38 PM IST

  • ભાવનગર જિલ્લાના મહુવામાં કમોસમી વરસાદ
  • રાજવાદર, ભાદરોડ સહિતના વિસ્તારમાં વરસાદ
  • ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી

ભાવનગરઃ મહુવાના કોંજલી, તરેડ, રાજવાદર, ભાદરોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ શરૂ ગયો હતો. વાતાવરણમાં અચાનક આવતા પલટાના કારણે ખેડૂતોને પાકનું નુકસાન થવાનો ડર લાગી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, તળાજા અને મહુવાના ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું હતું. સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 6.30 વાગ્યા સુધી તો શરૂ છે અને અનરાધાર વરસાદ વરસવાનો શરૂ થયો છૅ વાતાવરણ માં પલ્ટો આવતા સાંજ થી જ ઠંડી માં વધારો થયો છૅ અને બજારો સુમસામ થય ગઈ છે

ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા
જગતના તાત એવા ખેડૂતોની ચિંતામાં વધારોઅચાનક શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેતરમાં ઊભા પાકને નુકસાનકારક સાબિત થશે, જેમાં કપાસ, શિંગ, કઠોળ, એરંડા તેમ જ ડુંગળીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની આફત ઓછી થવાનું નામ નથી લેતી જેમાં ઓણ સાલ અતિવૃષ્ટિ તેમ જ વધારે પડતા ગયા વર્ષના પાકને ભારે નુકસાન થયું હતું ત્યાં શિયાળુ પાક હજી ખેતરમાં ઊભો છે ત્યાં આજે અચાનક વરસાદ ખાબકતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details