ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રિય પ્રધાને પ્રવાસીઓ માટે કરી નવી જાહેરાત, ચૂંટણી એજન્ડા કે પછી ખરેખર લોકોને મળશે સુવિધા...

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા મંગળવારે ભાવનગરમાં એક કાર્યક્રમમાં (Union Health Minister Mansukh Mandaviya at Bhavnagar) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સાથે જ તેમણે રોપેક્ષ ફેરી અંગે પણ (Mansukh Mandaviya on Ropex Ferry Service) માહિતી આપી હતી.

કેન્દ્રિય પ્રધાને પ્રવાસીઓ માટે કરી નવી જાહેરાત, ચૂંટણી એજન્ડા કે પછી ખરેખર લોકોને મળશે સુવિધા...મયમાં મળશે નવી સુવિધા, કેન્દ્રિય પ્રધાને કરી જાહેરાત
કેન્દ્રિય પ્રધાને પ્રવાસીઓ માટે કરી નવી જાહેરાત, ચૂંટણી એજન્ડા કે પછી ખરેખર લોકોને મળશે સુવિધા...

By

Published : Jun 1, 2022, 8:50 AM IST

ભાવનગરઃ શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત (Union Health Minister Mansukh Mandaviya at Bhavnagar) રહ્યા હતા. અહીં તેમણે આગામી સમયમાં ઘોઘા-હજીરા અને મુંબઈ વચ્ચે ડબલ કેપેસિટી અને લક્ઝ્યૂરિયસ રોપેક્ષ ફેરીનો (Mansukh Mandaviya on Ropex Ferry Service) પ્રારંભ થશે તેવી જાહેરાત કરી હતી. કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, નવું શિપ હાલ હજીરા બંદરે આવી ચૂક્યું છે. શિપ અત્યારના કાર્યરત્ રોપેક્ષ ફેરી કરતા ડબલ મોટું અને ડબલ વાહન ક્ષમતા ધરાવતું હોવાતી ડ્રેજિંગ પણ વધુ ઊંડું કરવું પડશે. આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. આમ, આગામી સમયમાં ભાવનગર રોપેક્ષ ફેરી સર્વિસ (Mansukh Mandaviya on Ropex Ferry Service) વધુ આધુનિક અને વધુ ક્ષમતા ધરાવતી શરૂ થશે.

કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા રોરો ફેરી સંદર્ભે જાહેરાત

સર્વિસને દહેજથી મુંબઈ સુધી લેબાવવાની જાહેરાત - ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ચાલી રહેલી ઘોઘા હજીરા રોપેક્ષ ફેરી સર્વિસને (Ghogha Hazira Ropex Ferry Service) અદ્યતન રોપેક્ષ જહાજ સાથે દરિયાઈ મુસાફરી માટે લાવવાની તેમ જ દહેજથી મુંબઈ સુધી લંબાવવાની જાહેરાત કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ નવી રોપેક્ષ ફેરી સર્વિસની (Mansukh Mandaviya on Ropex Ferry Service) સ્પીડમાં વધારો હોવાથી હાલમાં સવારી દરમિયાન લાગતા સમયમાં પણ ઘટાડો થશે.

સર્વિસને દહેજથી મુંબઈ સુધી લેબાવવાની જાહેરાત

આ પણ વાંચો-ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ટેકનિકલ ખામીના કારણે 2 દિવસ બંધ

કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા રોરો ફેરી સંદર્ભે જાહેરાત -ઘોઘા ખાતે આવેલી રોપેક્ષ ફેરી સર્વિસ એ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટની (PM Modi dream project Roro Ferry Service) શરૂઆત વર્ષ 2017માં નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘોઘાથી દહેજ સુધીની ભાવનગર જિલ્લાની સૌપ્રથમ દરિયાઈ સવારીની શરૂઆત થઈ હતી.

વેપારીઓ સૌથી વધુ રોપેક્ષ ફેરી સર્વિસનો ઉપયોગ કરે છે - આ રોપેક્ષ ફેરી સર્વિસમાં સવારી સાથે ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા હોવાથી રોડ માર્ગે લાગતા સમય અને ઈંધણની બચતના કારણે વેપારીઓ આ સર્વિસનો ઉપયોગ વધુ કરવા લાગ્યા હતા. ત્યારે હવે મંગળવારે ભાવનગર ખાતે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ એક કાર્યકમ અંતર્ગત જહેરાત કરી હતી કે, ઘોઘા ખાતેથી ચાલતી ઘોઘા હજીરા ફેરી રોપેક્ષ (Ghogha Hazira Ropex Ferry Service) ફેરી સર્વિસને સારો એવો જન પ્રતિસાદ મળી રહ્યો છે. તેના કારણે આગામી દિવસોમાં ઘોઘાથી હજીરા સુધીની દરિયાઈ સવારી વધુ ક્ષમતા સાથે ઝડપી બને તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-ઘોઘા-હજીરા રો પેક્ષ ફેરી સર્વિસના પ્રવાસીઓએ ક્રિસમસની ઉજવણી કરી

અદ્યતન સુવિધા હશે - અત્યારે ચાલતી ઘોઘા હજીરા ફેરી સર્વિસમાં (Ghogha Hazira Ropex Ferry Service) સવારીમાં અંદાજિત ૩ કલાક જેટલો સમય લાગે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટની ક્ષમતા પણ ઓછી છે. તેના કારણે ઘોઘા હજીરા ફેરી સર્વિસ (Ghogha Hazira Ropex Ferry Service) માટે અદ્યતન સુવિધાયુક્ત અને ઝડપી રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થવા જઈ રહી છે. આથી પ્રવાસ દરમિયાન લાગતા સમયમાં ઘટાડો થશે અને જહાજ પણ મોટું હવાથી ટ્રાન્સપોર્ટની ક્ષમતા પણ મોટી હોવાથી વધુ વાહનોની અવરજવર થઈ શકશે. આ ઉપરાંત હાલ ઘોઘા હજીરા ચાલતી ફેરી સર્વિસને આગામી દિવસોમાં હજીરાથી મુંબઈ સુધી લંબાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

કેન્દ્રિય પ્રધાનની જાહેરાતથી લોકોમાં આશ્ચર્ય -ઉલ્લેખનીય છે કે, ઘોઘાથી દહેજ સુધીની રોપેક્ષ ફેરી અવારનલાક જહાજના મેઈન્ટેનન્સ તેમ જ ડ્રેજિંગના કારણે વારંવાર બંધ કરવાની ફરજ પડી રહી છે. તેમ જ ઘોઘાથી હજીરા સુધીની રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થયાના થોડા દિવસો બાદ જ હજીરાથી મુંબઈ સુધી લંબાવવાની જાહેરાત થયાને લાબા સમય બાદ ફરી એક વાર આજે કેન્દ્રિય પ્રધાન દ્વારા જાહેરાત કરતા લોકો આશ્ચર્ય સાથે સવાલો ઉભા કરી રહ્યા છે કે. નજીકના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અને વાસ્તવમાં મુબઈ સુધીની રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થશે કે માત્ર કરવામાં આવેલ જાહેરાત માત્ર જાહેરાત જ રહેશે?

ABOUT THE AUTHOR

...view details