ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં મહુવાથી સુરત અને પોરબંદરથી સાંતરાગાંછી બે નવી ટ્રેન શરૂ થશે

ભાવનગર રેલવે ડિવિઝન દોડાવશે નવી બે ટ્રેન આગામી દિવસોમાં ત્યારે હાલ રેલવે તંત્રના જણાવ્યા પ્રમાણે મહુવા- સુરત, પોરબંદર- સાંતરાગાછી ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનું બુકીંંગ પણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.

ભાવનગરમાં મહુવાથી સુરત અને પોરબંદરથી સાંતરાગાંછી બે નવી ટ્રેન શરૂ થશે
ભાવનગરમાં મહુવાથી સુરત અને પોરબંદરથી સાંતરાગાંછી બે નવી ટ્રેન શરૂ થશે

By

Published : Mar 19, 2021, 6:02 PM IST

  • ભાવનગર રેલવે ડિવિઝન દોડાવશે નવી બે ટ્રેન
  • મહુવા-સુરત, પોરબંદર-સાંતરાગાછી દોડશે ટ્રેન
  • ટિકિટનું બુકિંગ 22 માર્ચ, 2021થી થશે શરૂ
  • રેલવે ડિવિઝન દોડાવશે બે વિશેષ ટ્રેન

આ પણ વાંચોઃઆનંદો...હવે ટ્રેનમાં બેસવા ટિકિટ રિઝર્વેશન કરાવી નહી પડે

ભાવનગરઃ પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા અને માગ માટે ભાવનગર મંડળથી વધુ 2 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર રેલવે મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબની વિશેષ ટ્રેનોની વિગત જોઈએ આ અહેવાલમાં.

રેલવે ડિવિઝન દોડાવશે બે વિશેષ ટ્રેન

ટ્રેન નંબર 09072/09071 મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર- 09072 મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે 20.40 વાગ્યે મહુવાથી ઉપડશે અને બીજા દિવસે 7ઃ20 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ 2021થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર- 09071 સુરત-મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે સુરતથી 5ઃ35 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે 16.25 વાગ્યે મહુવા પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ 2021થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં રાજુલા, સાવરકુંડલા, લિલિયા મોટા, ઢસા, ધોલા, બોટાદ, લિંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી ટૂ-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચોઃભાવનગરની દરેક ટ્રેનો માર્ચના અંત સુધીમાં થશે શરૂ: GM

ટ્રેન નંબર- 09093/09094 પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર- 09093 પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ સ્પેશિયલ પોરબંદરથી દર શુક્રવારે સવારે 09.05 વાગ્યે ઉપડશે અને રવિવારે 06ઃ20 વાગ્યે સાંતરાગાછી પહોંચશે. આ ટ્રેન 16 એપ્રિલ 2021થી આગળની સૂચના સુધી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર- 09094 સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ સાંતરાગાછીથી દર રવિવારે 20.10 વાગ્યે ઉપડશે અને મંગળવારે 18.35 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 18 એપ્રિલ 2021થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન જામજોધપુર, ઉપલેટા, જેતલસર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ચંપા, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, પુરૂલિયા, આદ્રા, બાંકુરા, મિદનાપુર અને ખડગપુર સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે. ટ્રેન નંબર 09094ના બિષ્ણુપુર સ્ટેશન પર વધારાનો સ્ટોપ રહેશે. આ ટ્રેનમાં એસી ટૂ ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. ટ્રેન નંબર 09093, 09071 અને 09072નું બુકિંગ 22 માર્ચ 2021ના રોજથી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે.

ABOUT THE AUTHOR

...view details