- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી રહ્યા ઉપસ્થિત
- રાષ્ટ્રપતિના હસ્તે પાંચ લાભાર્થીઓને પ્રતીકાત્મક ચાવી અપાઇ
- રાષ્ટ્રપતિ તલગાજરડા મોરારીબાપુનાં નિવાસ સ્થાને પહોચ્યાં
ભાવનગર : ભાવનગરનાં આંગણે આજે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) મહેમાન બન્યા હતા. સવારે વાયુસેનાનાં વિમાનમાં ભાવનગર એરપોર્ટ અને બાદમાં એરફોર્સના હેલિકોપટરમાં મહુવા પહોચીને તલગાજરડા મોરારીબાપુ(Morari bapu)નાં નિવાસ સ્થાને પહોચ્યાં હતા. ત્યાં હનુમાનજીનાં ચરણમાં ફૂલ અર્પણ કરીને રાષ્ટ્રપતિ અને તેમના પત્ની બપોરે ચિત્રકૂટ ધામમાં ભોજન કરી ભાવનગર પરત ફર્યા હતા. ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ કરીને સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યું છે અને સવારમાં 10 કલાકે પુનઃ દિલ્હી જવા માટે રવાના થશે.
રાષ્ટ્રપતિને આવકારવાં શિક્ષણ પ્રધાન અને મોરારી બાપુ પહોચ્યાં
મહુવામાં 12 કલાકે રાષ્ટ્રપતિને હેલિપેડ પર આવકારવા માટે શિક્ષણ પ્રધાન અને મોરારી બાપુ(Morari bapu) પહોચ્યા હતા. તલગાજરડામાં રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તલગાજરડામાં મોરારી બાપુનાં નિવાસ સ્થાને હાજરી આપી હતી અને હનુમાનજી મહારાજનાં ચરણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) અને તેમનાં પત્ની સવિતા કોવિંદે ફૂલ અર્પણ કરી નમન કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ મહુવા ચિત્રકૂટધામ ખાતે પોહચ્યા હતા. બપોરનું ભોજન ચિત્રકૂટધામમાં તેમને લીધું હતું અને બાદમાં 4 કલાકે તેઓ ભાવનગર પરત ફર્યા હતા.
63 કરોડના ખર્ચે 1088 મકાનો બનાવવામાં આવ્યા