ભાવનગરઃ જિલ્લામાં SOG પોલીસે બાતમીના આધારે દેસાઈનગર વિસ્તારમાં આવેલા મેપાનગરની પટેલ સોસાયટીમાંથી એક શખ્સને ગાંજા સાથે ઝડપ્યો હતો. ભરત ખસિયા નામના વ્યક્તિના ઘરમાં 20 હજારથી વધુની કિંમતનો ગાંજો ઝડપીને પોલીસે શખ્સની અટકાયત કરી હતી.
રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એ.ટી.એસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા તેમજ ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભાવનગરમાં પણ નશીલો પદાર્થ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે.