ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અટકમાં ભૂલ હોવાથી રદ્દ કરાયું - કોંગ્રેસ પેનલ

ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસની પેનલ મતદાન પ્રક્રિયા અને પરિણામ પહેલા તૂટી ગઈ છે. પેનલ કોઈ મતના કારણે નહીં, પરંતુ ભૂલના કારણે તૂટી છે. જી હાં.. કુંભારવાડા વોર્ડ નંબર-2ના મહિલા ઉમેદવાર શિલ્પાબા જયદેવસિંહ રાણાનું નામ મેન્ડેટમાં હોવા છતા તેમની અટકના કારણે તેમનું ફોર્મ રદ થયું છે. રાણાના બદલે ગોહિલ આવતા ફોર્મ રદ થવાથી કોંગ્રેસે આક્ષેપ તંત્ર અને ભાજપ પર કર્યા છે અને હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અટકના કારણે રદ કરાયું
ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અટકના કારણે રદ કરાયું

By

Published : Feb 9, 2021, 9:57 AM IST

  • ભાવનગર મનપામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરતા કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી
  • કોંગ્રેસના મહિલા ઉમેદવારના ફોર્મમાં રાણાને બદલે ગોહિલ લખાતા ફોર્મ રદ કરવામાં આવ્યું હતું
  • કોંગ્રેસે ફોર્મ રદ થતા ભાજપ અને તંત્ર ઉપર કિન્નાખોરી કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો

ભાવનગરઃ મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા 52 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 7 નામ છેલ્લા દિવસે ઉમેદવારી માટેના પૂર્ણ સમયના 15 મિનિટ પહેલા જાહેર થયા હતા તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે ફોર્મ ચકાસણીના દિવસે સસ્પેન્સ રાખનાર ઉમેદવારના એક વોર્ડમાં ફોર્મ રદ થયું છે. કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. કારણ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે પણ કોંગ્રેસે કિન્નખોરીનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના મહિલા ઉમેદવારના ફોર્મમાં રાણાને બદલે ગોહિલ લખાતા ફોર્મ રદ કરવામાં આવ્યું હતું
કુંભારવાડા વોર્ડ-2ના મહિલા ઉમેદવારનું ફોર્મ કેમ દ?

ભાવનગર કોંગ્રેસે કુંભારવાડા વોર્ડના નામો છેલ્લા દિવસે જાહેર કર્યા હતા પણ નામ જાહેર કર્યા પહેલા મેન્ડેટ આપી દેવામાં આવ્યા હતા. તૈયારી અગાઉ સસ્પેન્સ હતું. કુંભારવાડા વોર્ડ નંબર 2માં ઉમેદવારી નોંધાવનારા શિલ્પાબા જયદેવસિંહ રાણાનું ફોર્મ રદ થયું છે. આ અંગે તંત્રે જણાવ્યું કે, મેન્ડેટમાં ગોહિલ છે મતલબ કે ભૂલ ઊંચ કક્ષાએથી આવેલા પ્રદેશમાંથી થઈ છે, છતાં સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘણીએ ચૂંટણી તંત્ર પર પ્રહાર કર્યા હતા કે, નિયમ અને ગાઈડલાઈન ચૂંટણી વિભાગે બનાવેલા છે કે ફોર્મ લેતા સમયે ચકાસણી કરવી અને ક્ષતિ હોય તો નિયમ પ્રમાણે જાણ કરીને આગળની કાર્યવાહી કરવી.

ભાવનગર મનપામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરતા કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી
કોંગ્રેસે શું ઉચ્ચારી ચીમકી અને કોના પર આક્ષેપ?

કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ચૂંટણી વિભાગ અને ભાજપને આડે હાથ લઈને દોષનો ટોપલો તેમના પર ઢોળીને પ્રહાર કર્યા છે. પ્રકાશ વાઘણીએ વધુમાં જણાવ્યું હતું કે, સોગંદનામાં કરીને ફોર્મ ભરીને આપવામાં આવ્યા છે અને ગાઈડલાઈન પણ છે. તેમ છતાં ફોર્મ સ્વીકારતા સમયે જણાવી શકતા હતા. પ્રકાશ વાઘાણીએ ફોર્મ રદ થવાને લઈને હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.

કોંગ્રેસે ફોર્મ રદ થતા ભાજપ અને તંત્ર ઉપર કિન્નાખોરી કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો

ABOUT THE AUTHOR

...view details