ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં એકાંતરે વરસાદથી ખેતીમાં ફાયદો, તો ક્યાંક લીલા દુકાળ જેવી સ્થિતિ કેમ? - ખેતી

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની સવારે હવે એક દિવસ વિરામ અને બીજા દિવસે ધમાકેદાર રીતે નીકળી રહી છે. ભાવનગરમાં સિઝનનો વરસાદ 80 ટકા નોંધાયો છે પણ અમુક તાલુકામાં સિઝનનો વરસાદ 100 ટકા ઉપર જતાં લીલા દુકાળ જેવી સ્થિતિ પણ ઉભી થઇ છે. હવે મેઘરાજા વિરામ નહીં લે તો ઊભો પાક બગડવાની દહેશત છે.

ભાવનગરમાં એકાંતરે વરસાદથી ખેતીમાં ફાયદો, તો ક્યાંક લીલા દુકાળ જેવી સ્થિતિ કેમ?
ભાવનગરમાં એકાંતરે વરસાદથી ખેતીમાં ફાયદો, તો ક્યાંક લીલા દુકાળ જેવી સ્થિતિ કેમ?

By

Published : Sep 24, 2021, 7:41 PM IST

  • ભાવનગર જિલ્લામાં પાછોતરો વરસાદ 40 ટકા થતા 80.40 ટકા વરસાદ નોંધાયો
  • સીઝનના 595 mm વરસાદ સામે 486 mm વરસાદ નોંધાયો
  • એકાંતરે આવતા વરસાદમાં 24 સપ્ટેમ્બરે મહુવા તળાજા જેસરમાં એક ઇંચ વરસાદ
  • જિલ્લામાં ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ તો મહુવામાં લીલા દુકાળ જેવી સ્થિતિ

ભાવનગરઃ ભાવનગર શહેરમાં ભાદરવાનો ભરપુર વરસાદ નોંધાયો છે. શહેર જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેતીના પાકને ફાયદો અને હવે અતિવરસાદ થવાથી લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે. જો કે મહુવામાં સીઝનના કરતા વધુ વરસાદ આવવાથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. જ્યારે જેસર અને તળાજામાં 50 ટકા વરસાદ હોવાથી ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. 22 તારીખે વરસેલા વરસાદ બાદ એકાંતરે આજે 24 સપ્ટેમ્બરે મેઘરાજાએ જિલ્લાના 10 માંથી 4 તાલુકામાં વરસાદ વરસતા ક્યાંક ફાયદો તો ક્યાંક નુકશાનીની સ્થિતિ સર્જાઈ છે.

અમુક તાલુકામાં સિઝનનો વરસાદ 100 ટકા ઉપર જતાં લીલા દુકાળ જેવી સ્થિતિ
શહેર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ તાલુકામાં અને શું ટકાવારીભાવનગર શહેર અને જિલ્લામાં જોઈએ તો દસ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દસ તાલુકામાં થયેલા વરસાદમાં 100 ટકા વરસાદ બે તાલુકામાં નોંધાઇ ચૂક્યો છે. આ બે તાલુકા ઘોઘા અને મહુવા છે જ્યાં વરસાદની ટકાવારી ઘોઘામાં 104.87 ટકા અને મહુવામાં 104.44 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ દસ તાલુકામાંથી ત્રણ તાલુકા સિહોર,જેસર અને તળાજામાં નોંધાયો છે આ ત્રણ તાલુકામાં જોઈએ તો જેસરમાં 54.39 ટકા, સિહોર 51.77 ટકા અને તળાજા 57.29 ટકા નોંધાયો છે અને ત્યાં હજુ 40 ટકા વરસાદની જરૂરિયાત છે હવે જોઈએ જરૂરિયાત કેટલી અને વરસાદ વરસ્યો કેટલો તાલુકા પ્રમાણે નીચે મુજબ છે.
તાલુકો જરુરિયાત વરસેલો વરસાદ ટકાવારી
ભાવનગર 689 mm 684 mm 99.21 ટકા
ઉમરાળા 546 mm 461 mm 84.39 ટકા
વલભીપુર 589 mm 456 mm 77.36 ટકા
ઘોઘા 613 mm 615 mm 100.31 ટકા
પાલીતાણા 587 mm 454 mm 77.31 ટકા
તળાજા 567 mm 330 mm 57.29 ટકા
સિહોર 622 mm 317 mm 51.00 ટકા
ગારીયાધાર 463 mm 459 mm 99.21 ટકા
મહુવા 630 mm 658 mm 104.44 ટકા
જેસર 660 mm 359 mm 54.39 ટકા

ઉપરોક્ત વરસાદની ટકાવારી પ્રમાણે જોઈએ તો જિલ્લાને કુલ 606 ટકા વરસાદની સિઝનની જરૂરિયાત છે ત્યારે હાલમાં સિઝનનો વરસાદ 80.40 ટકા નોંધાયો છે એટલે કે 486 mm વરસાદ નોંધાયો છે જ્યારે 100 ટકા વરસાદમાં 20 ટકા વરસાદની ઘટ રહી છે.

ABOUT THE AUTHOR

...view details