ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં પૈસાની લેવડદેવડમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો - ધમકી

ભાવનગરમાં વારંવાર વ્યાજખોરોનો ત્રાસની ઘટના સામે આવી રહી છે ત્યારે સિહોરના ખોડિયારના રાજપરા ગામના યુવકને આવા જ એક કિસ્સામાં મારી નાખવાની ધમકી મળતી હતી. છેવટે તેણે કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને હોસ્પિટલ ખસેડાયો હોવાથી તે બચી ગયો હતો. ભાવનગરના રાજપરા ખોડિયાર ગામમાં ભાઈના મૃત્યુ બાદ તેના ભાઈએ લાલાભાઈ પાટડીયા નામના વ્યક્તિને ઘરેણા પર સિહોરની કોઈ બેન્કમાંથી લોન અપાવી હતી. ભરતભાઈ ભાઈ ત્રણ મહિના પહેલા મૃત્યુ પામ્યા છે અને ગામના લાલાભાઈએ અને તેમની માતાએ ઘરેણાં છોડાવવા ભરતભાઈને ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

ભાવનગરમાં પૈસાની લેવડદેવડમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
ભાવનગરમાં પૈસાની લેવડદેવડમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

By

Published : Jan 8, 2021, 9:03 AM IST

  • ભાવનનગરના રાજપરા ગામના યુવકને ધમકી મળતા તેણે ઝેર પીધું
  • યુવકને ઘટનાસ્થળે ઊલટી થતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો
  • બેન્કમાં મૂકેલા ઘરેણા ન છોડાવી આપે તો મારી નાખવાની ધમકી મળતી હતી
    ભાવનગરમાં પૈસાની લેવડદેવડમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો


ભાવનગરઃ ખોડિયાર રાજપરા ગામે રહેતા ભરતભાઈ લુણગાતર નામના યુવાને સિહોર જઈને સિહોરની એલડી મુનિ હાઈસ્કૂલ પાસે અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા તેને ઘટના સ્થળે ઊલટીઓ થવા લાગી હતી. આથી ઝેરી દવા પીધા બાદ ભરતભાઈએ તેમના પત્નીને જાણ કરી હતી. ભરતભાઈના કાકાનો દીકરો અને તેમના પત્નીએ સર ટી હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં તેઓ હાલ સારવાર નીચે છે.

ભાવનગરમાં પૈસાની લેવડદેવડમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

ભરતભાઈએ શા માટે પીધી ઝેરી દવા?
રાજપરા ગામના રહેવાસી ભરતભાઈના ભાઈ ત્રણ મહિના પહેલા મૃત્યુ પામ્યા છે ત્યારે તેમના ભાઈએ ગામના લાલભાઈ પાટડીયા નામના વ્યક્તિના ઘરની સ્ત્રીના ઘરેણાં સિહોરની બેન્કમાં મૂકીને લોન અપાવી હતી. તેથી ઘરેણા છોડાવવા માટે લાલાભાઈ અને તેમની માતા ગીતાબેને ભરતભાઈને ઉપરની વિગત જણાવી તેના ભાઈના લીધેલા ઘરેણા છોડાવવા માટે કહ્યું હતું અને નહીં લાવી આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરની વિગત પ્રમાણે, ધમકી મળતા તેને લાગી આવતા તેને ઝેરી પાવડર પિયને જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરની વિગત પ્રમાણે, ભરતભાઈએ સિહોર પોલીસ સ્ટેશનમાં લાલાભાઈ પાટડીયા અને તેમની માતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details