ગુજરાત

gujarat

By

Published : Apr 5, 2021, 6:57 PM IST

ETV Bharat / city

ભાવનગરમાં કોરોનાના કુલ 7170 દર્દી પોઝિટિવ,સ્વસ્થ 6605, મૃત્યુ આંક 72 નોંધાયો

ભાવનગર શહેરમાં 4 એપ્રિલ સુધી 7170 દર્દીઓ પોઝિટવ, સ્વસ્થ 6605 દર્દીઓ થયા છે. જ્યારે મૃત્યુ આંક 72 પર પહોંચ્યો છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 275 બેડની વ્યવસ્થા છે. જ્યાં હાલ સારવારમાં 120 પોઝિટિવ દર્દી અને 66 શંકાસ્પદ દર્દીઓ છે, એટલે 90 બેડ હજુ ખાલી છે આ સાથે વેન્ટીલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગરમાં કોરોનાના કુલ 7170 દર્દી પોઝિટિવ,સ્વસ્થ 6605, મૃત્યુ આંક 72 નોંધાયો
ભાવનગરમાં કોરોનાના કુલ 7170 દર્દી પોઝિટિવ,સ્વસ્થ 6605, મૃત્યુ આંક 72 નોંધાયો

  • સર ટી હોસ્પિટલમાં 90 બેડ હજુ ખાલી છે
  • હોસ્પિટલમાં વેન્ટીલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
  • શહેરમાં 196 બેડ સાથે 11 ખાનગી હોસ્પિટલો પણ છે

ભાવનગરઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ભાવનગરના તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સર ટી હોસ્પિટલમાં તંત્રની વ્યવસ્થામાં પુરતા બેડ અને વેન્ટિલેટર છે. ચિંતા જેવી સ્થિતિ નહિ હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

ભાવનગરમાં કોરોનાના કુલ 7170 દર્દી પોઝિટિવ,સ્વસ્થ 6605, મૃત્યુ આંક 72 નોંધાયો
ભાવનગરમાં રોજના કેસ અને સ્વસ્થ થતા લોકોભાવનગર સર ટી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રોમાં સેન્ટર અને તેની બાજુમાં આવેલ જુના બિલ્ડિંગમાં શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે. 4 એપ્રિલે ભાવનગરમાં હાઈએસ્ટ આંકડો સામે આવ્યો છે, જેમાં 77 જેટલા દર્દીઓ એક દિવસમાં નોંધાયા છે. આ આંકડમાં વધારો થવાની શક્યતા છે, પણ શહેરમાં તંત્ર પાસે કોરોનાના આંકડા વધે તો પણ વ્યવસ્થા હોવાનું સર ટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન દ્વારા જાણવા મળ્યું હતું.આ પણ વાંચોઃગુજરાત કોરોના અપડેટ: કોરોનાના રેકોર્ડ બ્રેક 2875 કેસ, 14 દર્દીઓના મોત

કોરોનાના કુલ 4852 દર્દીઓ નોંધાયા છે

શહેરમાં અત્યારસુધી જોઈએ તો કોરોનાના કુલ 4852 દર્દીઓ નોંધાયા છે. જેમાં ડિસ્ચાર્જ 4432 અને મૃત્યુ આંક 45 નોંધાયો છે, જ્યારે જિલ્લામાં 2318 કેસ નોંધાયા છે, જેમાં ડિસ્ચાર્જ 2173 અને મૃત્યુ આંક 27 નોંધાયો છે. શહેરમાં હોમ ક્વોરન્ટાઇન 1890 અને જિલ્લામાં જોઈએ તો, હોમ આઇસોલેશન 47 અને હોમ ક્વોરન્ટાઇન 731 દર્દી છે. જિલ્લામાં કુલ 7170 દર્દી પોઝિટિવ આવ્યા. જેમાં 6605 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને કુલ મૃત્યુ આંક 72 નોંધાયો છે.

ભાવનગરમાં કુલ 7170 દર્દી પોઝિટિવ,સ્વસ્થ 6605, મૃત્યુ 72 નોંધાયા
ભાવનગર સર ટી હોસ્પિટલમાં અને શહેરમાં શુ વ્યવસ્થાભાવનગર સર ટી હોસ્પિટલમાં વ્યવસ્થા જોઈએ તો, 275 બેડની વ્યવસ્થા છે. ટ્રોમાં સેન્ટર અને સ્કિન વોર્ડના જુના બિલ્ડીંગ મળીને બે બિલ્ડીંગો છે. જેમાં 5 એપ્રિલના સવારના 8 કલાક સુધીમાં 120 પોઝિટિવ દર્દીઓ અને 66 જેટલા શંકાસ્પદ દર્દીઓ છે. આ સાથે શહેરમાં 196 બેડ સાથે 11 ખાનગી હોસ્પિટલો પણ છે. વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં હોવાનું હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન હાર્દિક ગાઠાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃપાટણ જિલ્લામાં કોરોનાના નવા 51 પોઝિટિવ કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details