ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં સગીર યુવતી અને કોલેજિયન યુવકે બ્લેકમેલ કરતી સગીરાની હત્યા કરી - પોસ્ટમોર્ટમ

ગુજરાતના માતાપિતા માટે લાલબત્તી સમાન બનેલી ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 23 સપ્ટેમ્બરે થોરડી ગામના તળાવમાં 16 વર્ષની ભૂમિ નામની મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ ભેદ ખૂલ્યો હતો કે તેની હત્યા થઈ છે. જોકે, પોલીસે 24 કલાકની અંદર આ મામલે સગીર યુવતી અને કોલેજિયન યુવકની ધરપકડ કરી છે.

ભાવનગરમાં સગીર યુવતી અને કોલેજિયન યુવકે બ્લેકમેલ કરતી સગીરાની હત્યા કરી
ભાવનગરમાં સગીર યુવતી અને કોલેજિયન યુવકે બ્લેકમેલ કરતી સગીરાની હત્યા કરી

By

Published : Sep 25, 2021, 9:22 AM IST

  • થોરડી ગામના તળાવમાં મળેલ સગીર યુવતીના મૃતદેહનો મામલો
  • 23 સપ્ટેમ્બરે સગીર યુવતી અને કોલેજિયન યુવકે કરી હત્યા
  • સંબંધની સાક્ષી ભૂમિબેનનું મોઢું હમેશા બંધ કરવા જીવ લીધો

ભાવનગરઃ શહેરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના થોરડી ગામ તળાવની કાંઠે 23 સપ્ટેમ્બરે એક સગીર છોકરીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મૃતદેહ પર ઈજાના નિશાન મળતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસને મૃતક ભૂમીબેન(કિશોર પ્રેમજી ધંધુકિયાની પૂત્રી, ઉં.વ.16) હોવાનું જાણવા મળ્યું હતું. સાથે જ સગીરા કુંભાર શેરી પાસે આવેલા ચિત્રા બુટમાના મંદિર પાસે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.

23 સપ્ટેમ્બરે સગીર યુવતી અને કોલેજિયન યુવકે કરી હત્યા

પોસ્ટમોર્ટમ બાદ હત્યા કઈ રીતે થઈ તે ખુલ્યું

સગીરાની હત્યાની જાણ થતા ફરિયાદમાં ભુમીબેનનું અપહરણ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. આ મળી આવેલો મૃતદેહ ડીકમ્પોઝ થઈ ગયો હતો. આથી પ્રાથમિક દ્રષ્ટીએ મૃતદેહ પર ઈજાના નિશાન જોવામાં આવ્યા હતા. એટલે ફોરેન્સિક મેડિસીન ડિપાર્ટમેન્ટ, મેડિકલ કોલેજ, સર ટી હોસ્પિટલ, ભાવનગરમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતા ભૂમિનું તીક્ષ્ણ હથિયાર વડે મોત થયું હોવાનું જણાયું હતું.

સંબંધની સાક્ષી ભૂમિબેનનું મોઢું હમેશા બંધ કરવા જીવ લીધો

પોલીસે ઝીણવટભરી તપાસ કરી સગીર યુવતી અને યુવકને ઝડપી લીધા

પોલીસે આ અંગે તપાસ કરતા 2 આરોપી ઝડપાયા છે. પોલીસે સગીર યુવતી અને તેના મિત્ર કાર્તિક ભરતભાઈ ડુમરાળિયા/પ્રજાપતિ (ઉં.વ.19)ની ધરપકડ કરી છે. આરોપી કાર્તિક કોલેજમાં અભ્યાસ કરે છે અને સીદસરમાં નિર્દોષાનંદનગરના મકાન નંબર 24માં રહેતો હોવાનું સામે આવ્યું હતું. મૃતક ભૂમિ બંને આરોપીને બદનામ કરતી હોવાથી 16 સપ્ટેમ્બરે આરોપીઓએ તળાવ કાંઠે ભૂમિને સમજાવવા લઈ ગયા હતા. ત્યારબાદ બંને આરોપીએ ટેસ્ટરથી મૃતકના પેટમાં માર મારી તેનો મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, બંને આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો-સુરતમાં માત્ર 500 રૂપિયાના કારણે છત્તીસગઢના વૃદ્ધની હત્યા, આરોપીની ધરપકડ

આ પણ વાંચો-પત્નીના આડાસંબંધની શંકાએ પતિએ કરી હત્યા, પહેલા ધડથી માથું અલગ કર્યું અને ત્યારબાદ નજીકની ગટરમાં ફેંકી દીધું

ABOUT THE AUTHOR

...view details